સરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયા

સામાન્ય ઝપાઝપી સિવાય કોઇ ઘટના બની નથી, વીડિયો રેકોર્ડિંગ – CCTV ચેક કરવામાં આવે તો ફરિયાદ હળાહળ ખોટી નીકળશે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સરદાર ધામના ઉપપ્રમુખ…

સામાન્ય ઝપાઝપી સિવાય કોઇ ઘટના બની નથી, વીડિયો રેકોર્ડિંગ – CCTV ચેક કરવામાં આવે તો ફરિયાદ હળાહળ ખોટી નીકળશે

રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખોડલધામના સમર્થક પી.આઇ. સંજય પાદરીયાએ કરેલ કથિત હુમલાની ઘટનામાં બે સંસ્થાઓને વિવાદમાં ઢસડી લેવામાં આવી છે અને સરધારાને સામાન્ય ઇજા હોવા છતા પોલીસે ખૂનની કોશિષ જેવી ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલીક પી.આઇ.ને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવેલ છે ત્યારે સસ્પેન્ડ પી.આઇ. પાદરીયાએ તપાસનિશ અધિકારી એ.સી.પી.ને અરજી આપી સરધારાએ નોંધાવેલી ફરિયાદ હળાહળ ખોટી હોવાનુ જણાવી તટસ્થ તપાસ કરવા તેમજ સરધારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે. પાદરીયાએ અરજીમાં ઘટના નજરે જોનાર ચાર સાહેદોના નામ અને મોબાઇલ નંબર પણ આપેલ છે.


સસ્પેન્ડ પીઆઇ સંજય પાદરીયાએ અરજીમાં જણાવેલ છે કે, પોતે તા. 25/11/2024 ના રોજ રમેશભાઇ ગીરધરભાઇ ખુંટના પુત્રના લગ્નમાં કણકોટ રોડ ઉપર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયેલ હતા ત્યારે ત્યાં જયંતીભાઇ સરધારા હાજર હતા ત્યાં અમારે સામાન્ય બોલા ચાલી થયેલ હતી ત્યારબાદ હું ફંકશન મુકીને બહાર ચાલ્યો ગયેલ હતો અને બહારના ભાગમાં જયંતીભાઇ સરધારા મળેલ હતા ત્યાં સામાન્ય ઝપાઝપી થયેલ હતી તે સીવાય કોઇ બનાવ બનવા પામેલ નથી તેમ છતા તેઓએ મારા વિરૂધ્ધ હથીયારના કુંદા મારી જાનથી મારી નાખવાની તથા ખુનની ધમકી આપવાની વિગેરે બાબતોની ખોટી અને ઉપજાવી કાઢેલ ફરીયાદ આપેલ છે. ત્યારે કેટલાક સત્ય હકીકતે કેટલાક મુદાની તપાસ કરવામાં આવે તો આ ફરીયાદ ખોટી હળાહળ અને જુઠી આપવામાં આવેલ છે. તે રેકર્ડ ઉપર આવે તેમ છે.


તેમણે જણાવેલ છે કે લગ્નના આ ફંકશનમાં યજમાનો તરફથી ફોટોગ્રાફ અને વિડીયો સુટીંગ સતત ચાલુ હતુ તેના પુરાવાઓ તાત્કાલીક અસરથી મેળવવા આ તપાસમાં ખુબજ જરૂરી છે.
શ્યામ પાર્ટી પ્લોટમાં આશરે કુલ-64 સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવેલ છે તેના ફુટેઝ પણ તાત્કાલીન અસરથી મેળવી ધ્યાને લેવા ખુબજ જરૂરી છે. આ કામમાં ફરીયાદીની જે ઇજા થયેલ છે તેના સારવાર કરનાર ડોકટરનો મેડીકલ અભીપ્રાય લેવામાં આવે તો સામાન્ય ઇજા છે. કોઇ ગંભીર ઇજા કે મહાવ્યથા થયેલ નથી. તેવું સ્પષ્ટ પણે રેકર્ડ ઉપર આવે તેમ છે.


પાદરીયાએ માંગણી કરી છે કે ઉપરોકત વ્યકિતઓના તથા ડીઝટલ પુરાવાઓ તપાસમાં મેળવવામાં આવે અને તેનો અભ્યાસ કરવામાં આવે તો મારી પાસે કોઇ હથીયાર હતુ નહી તે સ્પષ્ટ પણે રેકર્ડ ઉપર આવે તેમ છે અને આવા કોઇ હથીયારથી અમોએ કોઇ ઇઝા કરેલ નથી તે પણ સત્ય હકીકત રેકર્ડ આવે તેમ છે. સત્ય હકીકત રેકર્ડ ઉપર આવે તેમ હોય તે પણ તાત્કાલીન અસરથી તપાસ કરવી જરૂરી છે. આ મામલે પાદરીયાએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે પોલીસ ખાતમાં હોવાથી તેમની છાપ ખરાબ કરવાના ઇરાદાથી કરવામાં આવે છે. આરોપી જનુની સ્વભાવ વાળા તેમજ દાદાગીરીનો સ્વભાવ ધરાવે છે. આરોપીએ જણાવેલી વિગતોમાં પોલીસ ખાતાની તેમજ સામાજિક સંસ્થાની આબરૂને હાની પહોંચડવાના ઇરાદાથી સરધારાએ આકૃત્ય ર્ક્યુ છે.


સંજય પદારીયાને જમણા હાથમાં ઇજા પહોંચતા મુંઢ ઇજા થઇ છે. તેમજ કોણીના ભાગે સોજો આવી ગયો છે. આરોપી સરધારાએ ધમકીઓ આપી પવિત્ર મંદિર ખોડલદામ વિષે ઉશ્કરેણી ઝલક શબ્દો ઉચારેલા છે. જેથી તેમની સામે નવા કાયદા મુજબ 115(1), 352, 351 (1) હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી માંગણી છે.

સામાન્ય ઝઘડાને મોટું સ્વરૂપ આપવા સંસ્થાઓને ઢસડવા સામે નારાજગી

હાલ વિવાદને મહત્ત્વ નહીં અપાય, સમય આવ્યે પગલાં

રાજકોટમાં પાટીદાર સમાજની સંસ્થા સરદારધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખોડલધામના સમર્થક પી.આઇ. સંજય પાદરીયા વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં જયંતિ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપર સીધો આક્ષેપ કરતા પાટીદાર સમાજની બે સંસ્થાઓ સીધી વિવાદમાં ઢસડાઇ ગઇ છે અને તેના પગલે રાજકોટમાં આગામી તા.15 ડિસેમ્બરના રોજ થનાર સરદારધામના શૈક્ષણિક સંકુલનું ભુમિપૂજન હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. જો કે, સરદાર ધામના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કણકોટ ખાતે સંકુલનું ભૂમિપૂજન મુખ્યમંત્રીનો તા.15મી ડિસેમ્બરનો સમય નહીં મળતા હાલ પુરતો કાર્યક્રમ મોકુફ રાખવાની વાત છે. મળતી માહીતી મુજબ ગઇકાલે સાંજે સરદારધામના ટ્રસ્ટીઓ અને આગેવાનોની બેઠક મળી હતી તેમાં જયંતી સરધારા અને પી.આઇ. પાદરીયા વચ્ચેના વિવાદ અંગે ચર્ચા થઇ હતી. સામાન્ય ઝઘડાને મોટુ સ્વરૂપ આપવા માટે પાટીદાર સમાજની બે મોટી સંસ્થાઓના નામ ઢસડવા મુદે કેટલાક આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી અને હાલ આ પ્રકરણમાં કોઇએ નહીં પડવા તેમજ સમય આવ્યે વિવાદાસ્પદ હોદેદારોને રવાના કરી દેવાનો પણ આ બેઠકમાં ઔપચારીક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *