વાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાત

શહેરના વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહેતાં મુળ જામકંડોરણાના રામપરના કોમ્પ્યુટર એન્જિનીયર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવ અંગે…

શહેરના વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહેતાં મુળ જામકંડોરણાના રામપરના કોમ્પ્યુટર એન્જિનીયર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાવડીમાં આવેલા ઓજસઓરા સોસાયટીમાં રહેતાં પિયુષભાઇ ધનજીભાઈ કામાણી નામના 30 વર્ષના યુવાને રાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મૃત્યુ થયું હતું. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. બનાવની જાણ તાલુકા પોલીસને હોસ્પિટલ મારફત થતાં હેડકોન્સ. કિશનભાઇ અજાગીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પિયુષભાઇ બે ભાઈમાં નાનો હતો. તેણે કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો હતો, હાલ તે રાજકોટ વાવડીમાં ભાઈ-ભાભી સાથે રહેતો હતો અને ઓનલાઇન બિઝનેસ કરતો હતો. સાંજે તેણે ભાઇ-ભાભી સાથે જમ્યા બાદ પોતાના રૂૂમમાં જઇ ઝેર પી લીધુ હતું.

ઉલ્ટીઓ કરવા માંડતા મોટા ભાઈએ તપાસ કરતાં તેણે દવા પી લીધાનું જણાતાં તુરત જ સારવાર માટે ખસેડયો હતો. પરંતુ જીવ બચી શક્યો નહોતો. આ બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *