પોલીસ વિભાગ સામેની ફરિયાદ સીધી સચિવાલયમાં સાંભળવામાં આવશે

IG રેન્કના અધિકારીના સુપરવિઝનમાં ગૃહવિભાગનું જન સંપર્ક કેન્દ્ર ચાલુ, ફરિયાદ-સૂચન-અરજી સ્વીકારાશે રાજ્ય ગૃહ વિભાગે મંગળવારે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…

IG રેન્કના અધિકારીના સુપરવિઝનમાં ગૃહવિભાગનું જન સંપર્ક કેન્દ્ર ચાલુ, ફરિયાદ-સૂચન-અરજી સ્વીકારાશે

રાજ્ય ગૃહ વિભાગે મંગળવારે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ વિભાગને લગતી ફરિયાદો અંગે મુલાકાત લઈ શકે છે અને રજૂઆતો કરી શકે છે.

જેનાથી રાજ્યના લાખો લોકોને પોતાની પોલીસ સામેની રજૂઆત કરવામાં મોટી સફળતા મળશે. રાજ્ય પોલીસના અધિકારીઓને શિફ્ટમાં કેન્દ્રમાં તૈનાત કરવામાં આવશે, જ્યાં તેઓ ફરિયાદો, સૂચનો સાંભળશે અને સામાન્ય લોકોની અરજીઓ સ્વીકારશે. અધિકારીઓ ફરિયાદોના નિરાકરણ માટે ક્ષેત્રમાં સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ફોલો-અપ કાર્યવાહી માટે રેકોર્ડ કરવામાં આવશે અને કરવામાં આવેલી તમામ રજૂઆતોનો અહેવાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને દૈનિક ધોરણે સમીક્ષા કરવા માટે મોકલવામાં આવશે.

સેવા સુધારવા માટે વ્યાપક પ્રતિસાદ ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. કેસની પ્રગતિની માહિતી ફોન પર પૂરી પાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈંૠ રેન્કના અધિકારીઓ કેન્દ્રમાં હાજર રહેશે અને બધી ફરિયાદોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડીજીપી ડો.કે.એલ.એન.રાવ દ્વારા ખુદ આ માહિતીનો વિડિયો શેર કરવામાં આવે છે.

તમામ રજૂઆતોનો ડિજિટલ અને લેખિત રેકોર્ડ જાળવવામાં આવશે.રોજિંદા અહેવાલ હોમ વિભાગના ટોચના અધિકારીઓને મોકલવામાં આવશે. ફરિયાદ કરનારને કેસની પ્રગતિની માહિતી ફોન અથવા અન્ય સંપર્ક માધ્યમ દ્વારા આપવામાં આવશે. સેવા સુધારણા માટે વિઝિટર્સને ફીડબેક ફોર્મ ભરવાની વ્યવસ્થા. આઈજી રેન્કના અધિકારીઓની નિયમિત હાજરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *