પૈસા માગો એટલા મળશે પણ કામ ગુણવત્તાવાળુ હોવુ જોઇએ, મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી કરી ટકોર
રાજકોટ મ્યુનિસ્પિલ કોર્પોરેશનના રૂા.268 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે રાજકોટ આવ્યા હતા. તેમના હસ્તે રૂૂ.268 કરોડના હસ્તે વિવિધ વિકાસ કામના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામા આવ્યા હતા. મુખ્યપ્રધાને રાજકોટની સ્વચ્છતા અંગે દરકાર લીધી હતી. શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા કેવી છે? તેનાથી લોકો સંતુષ્ટ છે કે નહીં? તેવો સવાલ તેમણે સીધો જ શહેરની જનતાને કર્યો હતો. દરમિયાન રાજકોટમાં નવા નકોર રોડ પ્રથમ ચોમાસામાં જ હાડપીંજર બની જાય છે. દર વર્ષે કરોડો રૂૂપિયાનું ધોવાણ થઇ જાય છે. ખખડધજ બનતા ખાડાવાળા રોડની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતી હોય આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ કહ્યુ હતુ કે, રાજકોટમાં હવે પછી બનતા તમામ નવા રોડ આર.સી.સી.ના જ બનશે. જે કામના વર્ક ઓર્ડર અપાઇ ગયા છે તે ભલે શરત મુજબ કરવામા આવે. પણ હવે પછીના તમામ રસ્તા આર.સી.સી. જ બનવા જોઇએ. રોડ સહિત શહેરના વિકાસ માટે રાજકોટને જેટલા પૈસાની જરૂૂર પડશે તો તેના માટે રાજ્ય સરકાર બેઠી જ છે. પણ કામ ગુણવતાવાળુ હોવુ જોઇએ તેવી ટકોર મુખ્યપ્રધાને સ્ટેજ પરથી કરી હતી.
મુખ્યમંત્રી શભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં એમ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફીરક જયંતી ઉજવી રહી છે ત્યારે ઓડીટોરીયમ, લાઈબ્રેરી અને હેલ્થ સેન્ટર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટથી આ જ્ઞાન ભૂમિ વધુ સમૃદ્ધ બની છે. રાજ્યની યુનિવર્સીટીઓ ટોપ-50માં સ્થાન પામે એ માટે રાજ્ય સરકારે કૌશલ્ય વર્ધન અને સંશોધન સહિતના કાર્યો માટે ભંડોળ આપવાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે રાજકોટ મહાનગર પાલિકાના મેયર ડો. નેહલભાઈ શુક્લએ આ ભાર ચોમાસામાં બે ચીજ કોરી કટ, એક દાદાની સરકાર અને બીજી દાદાનો વટ જેવી ઉક્તિ ટાંકીને તેમના પ્રાસંગિક વક્તવ્યની શરૂૂઆત કરતા એમ કહ્યું હતું કે, આજના આ પ્રસંગે અઢીસો કરોડ રૂૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેંટ આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂૂ છું.
આગામી દિવસોમાં માન. મુખ્યમંત્રીશ્રી આજના ખાતમુહૂર્ત કરેલા વિકાસ કાર્યોના લોકાર્પણ કરવા આવે ત્યારે 2500 કરોડ રૂૂપિયાના નવા વિકાસ કાર્યો ખાતમુહૂર્ત માટે તૈયાર રાખવા માટે અમો કટિબદ્ધ છીએ. સમારોહમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વે ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા,ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. ટીના કલ્યાણ, માધવભાઈ દવે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આટલા કામના થયા ખાતમુહુર્ત
1) વોર્ડ નં. 8 માં રૂૂ. 62.35 કરોડના ખર્ચે કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્ચેપનાં બાકી રહેતા વિસ્તા રમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ડીસ્ટ્રી બ્યુ.શન નેટવર્ક કરવાનું તેમજ ડામર રોડ રીસ્ટોડરેશન કરવાનું કામ.
2) વોર્ડ નં.8માં રૂૂ. 21.83 કરોડના ખર્ચે રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવાડ રોડ, સહકારનગર રોડ વચ્ચેાનાં વિસ્તા.રમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું તેમજ ડામર રોડ રીસ્ટો રેશન કરવાનું કામ.
3) વોર્ડ નં.14 માં રૂૂ.21.07 કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની સામે નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સ બનાવવાનું કામ.
4) વોર્ડ નં.14 માં રૂૂ.20.82 કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની નવો કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ.
5) વોર્ડ નં.10 માં રૂૂ.5.62 કરોડના ખર્ચે અધતન લાઇબ્રેરી બનાવવાનું કામ.
6) રૂૂ.5.24 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુ દરમ્યાઠન જેટ પેચર મશીનથી રસ્તાક પરનાં પોટહોલ્સલ રીપેરીંગ કરવાનું કામ.
7) વોર્ડ નં.9 માં રૂૂ.4.16 કરોડના ખર્ચે પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પંમ્પીોંગ સ્ટેલશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોંકળામાં રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ.
8) વોર્ડ નં.17 માં રૂૂ.3.55 કરોડના ખર્ચે પારડી રોડ પર ટી.પી. સ્કીમ નં.5 (રાજકોટ) એફ.પી. નં.242 માં આવેલ રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવાનું કામ.
9) વોર્ડ નં.14 માં આવેલ સોરઠીયાવાડી ગાર્ડનનું રૂૂ.3.10 કરોડના ખર્ચે નવિનિકરણ કરવાનું કામ
10) વોર્ડ નં.15 માં રૂૂ.2.10 કરોડના ખર્ચે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.01 થી 07 માં આવેલા નાલા બનાવવાનું કામ
11) વોર્ડ નં.12 માં રૂૂ.1.77 કરોડના ખર્ચે ધારા ગેસ ગોડાઉન રોડને ડેવલપ કરવાનું કામ
12) વોર્ડ નં.6મા રૂૂ.1.09 કરોડના ખર્ચે પાંજરાપોળ, રામનાથ મંદિર તરફ જવાના રસ્તે આજી નદી પર અને પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાસે સ્લેબ કલ્વર્ટ કરવાનું કામ.
13) વોર્ડ નં.6 માં રૂૂ.62.75 લાખના ખર્ચે જઇખ 2.0 અંતર્ગત અલગ અલગ જગ્યાઓએ પબ્લિક ટોયલેટ બનાવવાનું કામ
આટલા કામના થયા લોકાર્પણ
1) વોર્ડ નં.11માં અમૃત મિશન 2.0 હેઠળ 34.43 કરોડના ખર્ચે મોટામવા ખાતે પમ્પિંગ હાઉસ સાથે 3 ML ESR, 22.17 ML GSR સાથે હેડવર્કસનું નિર્માણ
2) વોર્ડ નં.9માં અમૃત મિશન 2.0 હેઠળ રૂૂ.26.35 કરોડના ખર્ચે મુંજકા ખાતે પમ્પિંગ હાઉસ સાથે 3 ML ESR અને 14.00 ML GSR સાથે મુંજકા હેડવર્કસનું નિર્માણ
3) રીયા રિફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે રૂૂ.6.96 કરોડના ખર્ચે કોઠા 150 ઝઙઉનો મટિરિયલ રિકવરી ફેસીલીટીપ્લાન્ટનું નિર્માણ
4) વોર્ડ નં.9 માં રૂૂ.6.31 કરોડના ખર્ચે મુજકા વિસ્તારમાં આર્ષ વિદ્યામંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ
5) વોર્ડ નં.9 માં અમૃત મિશન 2.0 હેઠળ રૂૂ.5.82 કરોડના ખર્ચે મુજકા વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ
6) વોર્ડ નં.11 માં રૂૂ.3.91 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ
7) વોર્ડ નં.11 માં રૂૂ.2.69 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસનું નિર્માણ
8) વોર્ડ નં.16માં રૂૂ.2.50 કરોડના ખર્ચે નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના 15 મીટર ટી.પી. રોડ પર સી.સી. રોડ સાઈડના પડખામાં પેવીંગ બ્લોક, યુટીલીટી તથા પાઈપ ગટર કામનું નિર્માણ
9) વોર્ડ નં.18 માં કોઠારીયા ખાતે રૂૂ.2.36 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ
10) વોર્ડ નં.11 માં રૂૂ.2.20 કરોડના ખર્ચે અધ્યતન પાર્ટી પ્લોટનું નિર્માણ
11) વોર્ડ નં.3માં રૂૂ.56 લાખના ખર્ચે પોપટપરા વેર હાઉસ થી કુગસીયા સર્કલ તથા એચ.સી.જી. હોસ્પીટલ રોડ પર 05 વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઘ ખ સાથે સેન્ટર LED લાઇટીંગ કામ
12) વોર્ડ નં.11માં રૂૂ. 22 લાખના ખર્ચે પરસાણા ચોકથી પ્રાઇડ રીસોર્ટ સુધી કણકોટ તરફ જતા રસ્તા ઉપર 05 વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઘ ખ સાથે સેન્ટર કઊઉ લાઇટીંગ કામ
13) વોર્ડ નં. 12માં વાવડી વિસ્તારમાં 9.41 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ
