જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ

જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજ્યની અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતની સરકારી મેડિકલ કોલેજોમાં…

જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજ્યની અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતની સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગ સહિતના મુદ્દાઓને લઈને અગાઉ વિવાદો સર્જાયા બાદ હવે જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ પેથોલોજી વિભાગના વડા અને સંલગ્ન જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ સામે માનસિક ત્રાસ તથા ગેરવર્તણૂક સહિતના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.

રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પેથોલોજી વિભાગના વડા દ્વારા સ્ટાફ તેમજ રેસિડેન્ટ તબીબોને અપમાનિત કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ ઉપરાંત દારૂૂના સેવન બાદ ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ફરિયાદમાં ખાનગી લેબના કામને લઈને પણ રેસિડેન્ટ તબીબો ઉપર દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક જુનિયર રેસિડેન્ટ તબીબો પોતાની વાત રજૂ કરવામાં પણ ડરતા હોવાની અને વિભાગમાં ભયનું વાતાવરણ હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ તમામ આક્ષેપોને લઈને રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરવામાં આવતા મામલો ચર્ચામાં આવ્યો છે. હવે રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને તેની સામે આપવામાં આવેલા ખુલાસા વચ્ચેની હકીકત શું છે તે અંગે રાષ્ટ્રીય તબીબી આયોગ અથવા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.

આક્ષેપો ખોટા અને પાયાવિહોણા: એચઓડી અને ઈન્ચાર્જ સુપ્રિ.
બીજી તરફ રેસિડેન્ટ તબીબો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પેથોલોજી વિભાગના એચઓડી તથા જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમય દરમિયાન જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારી કામગીરી કરવામાં આવી છે અને હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો થયો છે. આવી કામગીરીને લઈને કોઈ વ્યક્તિ ઈર્ષા રાખીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યું હોવાની પણ તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામનગરની સરકારી હોસ્પિટલમાં કેથલેબ શરૂૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝનું માન્યતા પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું છે. કેન્સરના દર્દીઓ માટે બાયોપ્સી સહિતની વિવિધ તબીબી કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

વઢવાણમાં સી.યુ. શાહ હોસ્પિટલના કર્મચારીનો ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત
વઢવાણમાં યુવાને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ કામના માનસિક ત્રાસ અંગે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.સુરેન્દ્રનગર શહેર ખાતેની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ વિભાગમાં ફરજ બજાવતા યુવાને તા. 9ના રોજ સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે. પરિવારજનોએ હોસ્પીટલના આયુષ્યમાન કાર્ડ વિભાગના વડા દ્વારા મૃતકને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં પણ ધીરજ ગુમાવી બેસેલા લોકો ઈશ્વરે આપેલા મહામુલા જીવનનો આપઘાત કરી અંત લાવી દે છે. ત્યારે શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહીતી મુજબ મુળ ધંધુકા તાલુકાના મોરસીયા ગામનો વતની રર વર્ષીય મેહુલ નાગજીભાઈ રેવર હાલ વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. મેહુલના પિતા નાગજીભાઈ મજુરી કામ કરે છે. મેહુલ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો. એમ.એ.માં તેણે યુનિવર્સીટી કક્ષાએથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારે તા. 9ના રોજ સવારે મેહુલે તેના ઘરે પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પરિવારજનો તેને દવાખાને લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વઢવાણ પોલીસ મથકના બીટ જમાદાર બી.કે.દેથળીયા સહિતનાઓએ હોસ્પીટલ દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ અંગેની વાત વહેતી થતા સમાજના આગેવાનો અશોકભાઈ ચાવડા, અમૃતભાઈ મકવાણા, વીનોદભાઈ મકવાણા સહિતનાઓ દોડી ગયા હતા. મૃતકના પરિવારજનોએ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડના વિભાગના વડા દ્વારા મેહુલને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યુ હતુ. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *