ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ

શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…

શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની રાવથી ખળભળાટ: નોટિસ ફટકારી ખુલાસો માંગતા ડીઇઓ

રાજકોટના ભાવનગર રોડ પર ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધો.12ની ચાલતી પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવવામાં આવી રહી હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા શિક્ષણ બોર્ડમાં કરતા ખળભળાટ મચી ગયો છે. પરીક્ષામાં મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા ઇશારો મળતા જ વિદ્યાર્થીઓ શૌચાલયમાં જઇને માઇક્રો કોપી દ્વારા ચોરી કરી રહ્યા હોવાની રાવ વાલીઓએ કરી છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને ખૂલાસો આપવા શાળાને નોટીસ ફટકારવામાં આવી છે.

નોટીસ અંગે અને ચોરી બાબતે શાળાના સંચાલિકા શર્મિલાબેન બાંભળિયાએ જણાવ્યું છે કે, આ પ્રકારની કોઇ ક્રિયા અહી કરાવવામાં આવતી નથી જો તેવુ જ હોય તો અમારી શાળાનું કેન્દ્ર, અમે બીજે આપવા માટે તૈયાર છીએ આ સમગ્ર ફરિયાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. ફરિયાદ મળતા શિક્ષણ વિભાગ પણ ચોકી ગયું છે. વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી હતી મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપી પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હોવાનુ સામે આવ્યું છે. જેમાં પેપર શરૂૂ થયાનાં એક કલાક બાદ માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂૂમના બહાને બોલાવી ચીઠ્ઠી આપવામા આવે છે કારણકે ત્યાં સીસીટીવી કેમેરા હોતા નથી. એક વિદ્યાર્થી માઇક્રોકોપીમાંથી લખે અને બાદમાં તે વિદ્યાર્થી વોશરૂૂમમાં માઇક્રો કોપી મૂકી આવે અને પછી બીજો વિદ્યાર્થી તે ચીઠ્ઠી લઈ આવે. આ રીતે માસ કોપિકેસનુ કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ સમક્ષ કરવામા આવી હોવાનુ સામે આવ્યું છે.

તા. 3 માર્ચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને ઈ – મેઇલ કરી વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરી છે. પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતા વિદ્યાર્થીએ જણાવ્યું હતુ કે, પોપ્યુલર સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું. બોર્ડની ચાલુ પરીક્ષા દરમિયાન આ સ્કૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માઇક્રોકોપી આપવામાં આવે છે. પેપર બપોરે 3 વાગ્યે શરૂૂ થાય છે. જોકે 4.30 વાગ્યા બાદ પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું શરૂૂ થાય છે. વર્ગખંડમાં સર આવી વિદ્યાર્થીઓને ઈશારો કરે છે અને ત્યારબાદ એક પછી એક વિદ્યાર્થી વોશરૂૂમમાં જાય છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ માઇક્રો કોપી લઈને ક્લાસરૂૂમમાં આવે છે. પોપ્યુલર સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની માઇક્રો કોપી મે જોઈ હતી. જેમાં 50 થી 60 માર્કના ખઈચ અને ટૂંકમાં મુદ્દાઓ લખેલા હોય છે. મને માઇક્રો કોપી વાણિજ્ય વ્યવસ્થાનુ પેપર પૂર્ણ કર્યા બાદ વોશરૂૂમમાં ગયો ત્યાથી મળી હતી.

અમારી શાળાને બદનામ કરવાની કોશિશ થઇ રહી છે, આવુ કશુ નથી
સ્કૂલ, આચાર્ય કે સ્ટાફ દ્વારા આવી પ્રવૃતિ કરાઇ નથી શાળામાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાથી અમારી શાખ ખરાબ ચિતરવાના પ્રયાસો થઇ રહ્યા છે. કોઇ વ્યકિતઓ પોતાનો બદ ઇરાદો પાર પાડવા કર્યુ હોય આ વાતની અમે સખત શબ્દોમાં વખોડીયે છીએ અને અમને કોઇ હેરાન કરતુ હોય તેવુ લાગતુ હોવાથી અમે કેન્દ્ર બીજી શાળાને આપવા પણ તૈયાર છીએ.
શર્મિલાબેન બાંભણીયા, (સંચાલિકા પોપ્યુલર સ્કૂલ, ત્રંબા રાજકોટ)

ચોરી થયાનુ ખૂલશે તો શાળાને જ બ્લોક કરી દેવામાં આવશે
પોપ્યુલર સ્કૂલમાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ ઇ-મેઇલ દ્વારા કલેકટર અને શિક્ષણ બોર્ડને પણ કરવામાં આવી છે. આ ફરિયાદ મળતા 10 લોકોની ટીમ દોડવાઇ હતી. અને તે ટીમ ત્રણ કલાક ત્યા રહી હતી. હાલ આવી બાબત ધ્યાનમાં આવી નથી છતા પણ પરીક્ષા પૂરી થયા બાદ સીસીટીવી અને સીડીનું વ્યુઇંગ કરવામાં આવશે અને સીસીટીવીના આધારે ચકાસણી કરી જો ચોરી ખૂલશે તો શાળાને બ્લોક કરવામાં આવશે.
કિરીટસિંહ પરમાર (જિલ્લા શિક્ષણધિકારી, રાજકોટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *