કમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાન

કંપનીએ કિ.મી. દીઠ સીધા જ રૂ.4 સુધી કમિશનર ઘટાડી નાખતા રિક્ષાચાલકો વિફર્યા : રાજકોટમાં રેપિડો સેવા ઠપ્પ કરી દેવા રિક્ષાચાલક રાઇડરોનું એલાન શાસ્ત્રી મેદાનમાં રેપિડો…

કંપનીએ કિ.મી. દીઠ સીધા જ રૂ.4 સુધી કમિશનર ઘટાડી નાખતા રિક્ષાચાલકો વિફર્યા : રાજકોટમાં રેપિડો સેવા ઠપ્પ કરી દેવા રિક્ષાચાલક રાઇડરોનું એલાન

શાસ્ત્રી મેદાનમાં રેપિડો રાઇડર રિક્ષાના થપ્પા લાગ્યા, ત્રિકોણબાગ ચોકથી યાજ્ઞિક રોડ પર આવેલી રેપીડોની રિજિયોનલ ઓફિસ સુધી બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી

લોકોને ઇન્સ્ટન્ટ મુસાફરીની હાઇટેક સુવિધાથી આદી બનાવ્યા બાદ કમિશન કે ચાર્જ વધારી દેવાની મોડસ ઓપરેન્ડી સર્વિસ એજન્સી-કંપનીઓની હોય છે. ફૂડ સર્વિસ કંપની ઝોમેટો-સ્વીગીનો સૌને આ અનુભવ થયેલો જ છે અને હવે પરિવહન સર્વિસ રેપિડોએ તેમનુ પ્રોફીટ માર્જીનો વધારવા માટે એકપછી એક પત્તા ખોલવાનું શરૂૂ કરી દીધુ હોય તેવા વ્યાપક રોષ સાથે આજે રાજકોટમાં રીક્ષાચાલકો રેપિડો સામે વિદ્રોહ પર ઉતર્યા હતા.

રેપીડો રાઇડર(રજીસ્ટ્રેશનધારક) રીક્ષાચાલકોને પ્રત્યેક સવારીદીઠ મળતા કમિશનમાં કોઇપણ પ્રકારનું કારણ આપ્યા વગર કે આગોતરી જાણ કર્યા વગર અચાનક આજથી પ્રતિ કી.મી.રૂૂ.4નો ઘટાડો કરી નાંખતા રીક્ષાચાલકો રેપીડો સામે હડતાળ પર ઉતર્યા હતા. રેપીડો સાથે જોડાયેલા હોય તેવા રિક્ષાચાલકોએ શાસ્ત્રીમેદાનમાં રીક્ષાના થપ્પા લગાવી દીધા હતા. અને ત્યાથી યાજ્ઞિક રોડ પર આવેલી રેપીડોની રિજિયોનલ ઓફિસ સુધી બેનર અને સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.

રાજકોટમાં રેપીડો કંપની સાથે જોડાયને ઓટો ચલાવતા રિક્ષાચાલકોને કંપની તરફથી અત્યાર સુધી પ્રતિ કી.મી.રૂૂ.15 કરવામા હતુ. તેમાથી ઘટાડીને સીધા જ રૂૂ.12 અને તેમાય રૂૂ.1નો ઘટાડો કરી રૂૂ.11 એટલે કે સીધા જ રૂૂ.4 ઘટાડી નાખવામા આવ્યા છે. રાજકોટમાં રેપીડોને સેવાની શરૂૂઆતમાં જ ધારણા કરતા વધુ પેસેન્જર મળવા લાગ્યા છે. તેનો ગેરલાભ લઇને રેપીડો રાઇડર એવા રીક્ષાચાલકોને મળતા કમિશનર ઉપર તરાપ મારવામા આવી હોવાનો આક્રોષ રેપીડો સાથે જોડાયેલા રીક્ષાચાલકોમાં ભભૂકી ઉઠ્યો છે.

કમિશનર ઘટાડાના વિરોધમાં આજે સવારથી જ રેપીડો રાઇડર રીક્ષાચાલકોએ પૈડા થંભાવી દીધા હતા. શાસ્ત્રી મેદાનમાં રેપીડોમાં ચાલતી રીક્ષઓના થપ્પાના થપ્પા થવા લાગ્યા હતા. ત્યાથી શારીરિક રીતે અશક્ત રીક્ષાચાલકોને રીક્ષામાં બેસાડીને જ્યારે અન્ય રિક્ષાચાલકોએ યાજ્ઞિક રોડ પર આવેલી રેપીડોની ઓફિસ સુધી બેનર એ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. રેપીડો રીક્ષાચાલક સંગઠને કરેલા એલાન મુજબ પરિવહન સેવા માટે સરકારી ધારાધોરણ મુજબ પ્રતિ કી.મી. રૂૂ.18 કમિશનર કરવામા આવે તેવી અમારી માગણી છે. આ રીતે રીક્ષાચાલકોનું શોષણ કરવાની કંપનીની લૂંટ નીતિ સામે રીક્ષાચાલક જરાપણ ઝુકશે નહીં. જો કંપની યોગ્ય નિર્ણય નહીં લ્યે તો રાજકોટમાં રીક્ષાચાલકો રેપીડોનો બહિષ્કાર કરશે.

શહેરમાં કુલ 6000 જેટલી ઓટો, રેપિડો સાથે 2200થી વધુ રિક્ષાનું રજિસ્ટ્રેશન
શહેરમાં અગાઉ નિયત સિમિત રૂૂટ એટલે કે પાટા પર રીક્ષા ચાલતી હોય. રેપિડો આવ્યા બાદ આ ચીલો ઓછો થતો જાય છે. શહેરમાં કુલ 6000થી વધુ ઓટો દોડી રહી છે. તેમાથી રેપીડો સાથે જોડાણ કર્યુ હોય તેવી 2200થી વધુ રીક્ષા છે. રેપીડો રાઇડર રીક્ષાચાલકોને પ્રતિ કી.મી. કંપની તરફથી નિર્ધારિત કમિશન ચુકવવામા આવે છે. સામે પેસેન્જરોને એ ફાયદો થાય છે કે ઇન્સ્ટન્ટ રીક્ષાની ઘરના આંગણા સુધીની સવલત મળે છે. અડધી રાત્રે પણ રીક્ષાની જરૂૂર પડે તો રેપીડો મારફતે ગણતરીની મિનિટોમાં આવી જાય છે.

સરકારે નિયત કરેલું પ્રતિ કિ.મી. રૂ.18 કમિશન નહીં મળે તો રેપિડો બહિષ્કારની ચીમકી
રેપીડો રાઇડર(રીક્ષાચાલક) સંગઠને શાસ્ત્રી મેદાનમાં રીક્ષાના થપ્પા લગાવીને એવુ એલાન કર્યુ હતુ કે, અમારી મુખ્ય માગણી એ જ છે કે, પરિવહન માટે સરકારી ધારાધોરણ મુજબ પ્રતિ કી.મી. રૂૂ.18 લેખે અમને કમિશન મળે. એકાદ બે દિવસમાં કંપની યોગ્ય નિર્ણય નહીં લે તો રાજકોટમાં રિક્ષાચાલકો રેપીડો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

રાત્રે 11 પછી પેસેન્જર ભાડું સીધું જ દોઢુ-બમણું
રેપિડોની ઓટો કે ટુ વ્હીલની જો રાત્રે 11 વાગ્યા પછી જરૂૂર પડે તો કોઇપણ રૂૂટ માટે દિવસ કરતા સીધુ જ દોઢુ-બમણુ ભાડુ વસુલ કરવામા આવે છે. એમાયે એસટી, રેલવે ભક્તિનગર, રેલવે જંકશન, ગ્રીલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડીથી કોઇ બેસે એટલે મોબાઇલ સ્ક્રીન પર તોતીંગ ભાડુ આવે છે. પણ બહારગામથી આવતા મુસાફરો થાકી પાકીને આવ્યા હોય મજબૂરીવશ રેપીડો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *