કોઠારિયા વિસ્તારની કોમ્યુનિટી હોલની વર્ષો જૂની માંગ સ્વીકારાઈ, ટેન્ડર પ્રસિદ્ધ
રાજકોટ શહેરના ત્રમેય ઝોન વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલઝોન ત્યાર બાદ ઈસ્ટઝોન અને વેસ્ટઝોનનો છેલ્લો નંબર આવે છે. કોઠારિયા ગામ રાજકોટમાં ભળ્યા બાદ આ વિસ્તારનો વિકાસ ઝડપથી થવા લાગ્યો છે. ત્યારે લોકો દ્વારા વોર્ડ નં. 18માં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. જેના લીધે તંત્રએ લોકેશન નક્કી કરી વોર્ડ નં. 18માં કોમ્યુનિટી હોલ બનાવવાનું રૂા. 14.91કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જેની દરખાસ્ત મંજુર થયા બાદ વર્કઓર્ડર આપીકામ તુરંત ચાલુ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં થોડા વર્ષો પહેલા ભળેલા કોઠારિયા ગ્રામ પંચાયતના મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતની સુવિધાઓ માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. કોર્પોરેટરો દ્વારા કોઠારિયાની હદ જે વોર્ડમાં આવેલ હોય તે વિસ્તારોમાં પ્રથમ પીવાનું પાણી અને રોડ રસ્તા મુદ્દે અનેક દરખાસ્તો કરી હતી. જેના લીધે કોઠારિયાનો વિકાસ રોકેટની ગતિએ થઈ રહ્યો છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોએ કોમ્યુનિટી હોલ બનાવવાની માંગણી કરી હતી. આથી સેન્ટ્રલઝોન વિસ્તારમાં વધુ એક કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેના માટે વોર્ડ નં. 18માં ટીપી સ્કીમ નંબર 12 એફપી નંબર 42-એ કોઠારિયાના મહાનગરપાલિકાના ખાલી પડેલા પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં એસ્ટીમેન્ટ પ્રાઈઝ રૂા. 149163660 રાખવામાં આવેલ હોય ટેન્ડર બીડ થયા બાદ સ્ટેન્ડીંગની દરખાસ્ત અને વર્ક ઓર્ડરની કામગીરીમાં સંભવત એક માસ જેટલો સમય વીતી જશે ત્યાર બાદ વર્કઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવશે. ટેન્ડરની શરત મુજબ કોમ્યુનિટી હોલનું કામ એજન્સીએ 18 માસમાં પુર્ણ કરવાનું રહેશે.
તંત્રના જણાવ્યા મુજબ કોઠારિયા વોર્ડ નં. 18માં રૂા. 14.91 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લોકોની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર કરી હવે ટુંક સમયમાં અદ્યતન સુવિધા વાળો કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશ.ે આ હોલ લગ્ન પ્રસંગો તેમજ અન્ય કાર્યક્રમો માટે મહાનગરપાલિકાએ નિયતક રેલા ભાડાથી પ્રજાજનોને આપવામાં આવશે.
