મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી અરજદારોની લાઈનો લાગતી હોય અફરા તફરીઓ સર્જાઈ રહી છે. જેના લીધે ગઈકાલે અરજદારો માટે ટોકન સિસ્ટમ અમલમાં મુકાઈ છે. છતાં અરજદારોની સમસ્યા જાણવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓને સાથે લઈ આધારકાર્ડ કેન્દ્ર અને સિવિક સેન્ટરની મુલાકાત લઈ અરજદારોની મુશ્કેલીઓ જાણી જરૂરી તમામ સુવિધાઓ તાત્કાલીક ઉભી કરવામાં આવી છે. તેવી સુચના આપી હતી.
સેન્ટ્રલઝોન કચેરીના આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજે મ્યુનિસિપલ કમિશનરે અરજદારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓની સાથે આધારકાર્ડ કેન્દ્ર અને સિવિક સેન્ટર ખાતે પહોંચેલા કમિશનરે અરજદારોની વ્યથા સાંભળી પ્રશ્ર્ન પણ પુછેલા અરજદારોએ આ મુદ્દે જણાવેલ કે, ટોકન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે સારી બાબત છે. પરંતુ મહિલાઓ અને બાળકો સહિતનાએ તડકામાં ઉભુ રહેવું પડે છે. જેથી છાંયડાની વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ તેવી જ રીતે અરજદારો માટે પીવાના પાણીની પણ વધારાની સુવિધા ઉભી કરવી જોઈએ. સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ સિવિક સેન્ટર અને આધારકાર્ડ કેન્દ્ર સામસામે આવેલ હોય વચ્ચેથી રસ્તો પસાર થાય છે અને આ રસ્તા ઉપરથી વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. તેવી જ રીતે આધારકાર્ડ કેન્દ્રના અરજદારો પણ આ રસ્તા પર લાઈનમાં ઉભા રહેતા હોય છે. ત્યારે જન્મ-મરણ વિભાગના અરજદારો પણ આ રસ્તા ઉપર ઉભા રહેતા હોય વાહનોની અવર જવરના કારણે અકસ્માતનો ભય કાયમી રહેતો હોય અમુક અરજદારોએ આ બન્ને કચેરીઓ વચ્ચેથી વાહન પસાર ન થવા જોઈએ તેવી રજૂઆત પણ કમિશનરને કરી હતી. આથી કમિશનરે અધિાકરીઓને અરજદારોની સમસ્યા હલ થાય તે પ્રકારના તમામ પગલા લેવાની સુચનાઓ આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર અને સિવિક સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. હાલ રેશન કાર્ડમાં ઊ-ઊંઢઈ કરવા અંગે આધાર કેન્દ્રો ખાતે અરજદારોનો ઘસારો વધુ જોવા મળે છે ત્યારે આજે તા.19-12-2024ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેના આધાર કેન્દ્ર અને સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ અરજદારો માટે પીવાના પાણીની, બેઠક વ્યવસ્થા અને મંડપની સુવિધા ઉભી કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતા અરજદારને સંપૂર્ણ વ્યવસ્થા મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશનરએ રૂૂબરૂૂ સ્થળ મુલાકાત કરી જરૂૂરી વ્યવસ્થા કરવા સુચના આપી હતી.
