માહિતી આપવામાં ઠાગાઠૈયા કરનાર નાયબ માહિતી નિયામકને ઝાટકતું આયોગ

ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી આયોગ સમક્ષ થયેલી સુનાવણીમાં જાહેર માહિતી અધિકારીની મનસ્વી, બેદરકાર અને માહિતી અધિકાર કાયદાની ભાવનાને કચડતી કામગીરીને રાજ્ય માહિતી કમિશ્વાર વિપુલ 2ાવલે…

ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી આયોગ સમક્ષ થયેલી સુનાવણીમાં જાહેર માહિતી અધિકારીની મનસ્વી, બેદરકાર અને માહિતી અધિકાર કાયદાની ભાવનાને કચડતી કામગીરીને રાજ્ય માહિતી કમિશ્વાર વિપુલ 2ાવલે કડક શબ્દોમાં ઠપકો આપી ફરિયાદી અરજદાર હરેશ સિસારા પાસેથી ગેરકાયદેસર વસૂલ કરેલા રૂૂ.530/- નકલ ફી પરત કરવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, અરજદારે માંગેલી માહિતી અંગે દિન-10માં સ્પષ્ટ જવાબ આપવા ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અને જાહેર માહિતી અધિકારી પારૂૂલ મણિયારને આદેશ કર્યો છે.

આ કેન્સમાં ફરી એક વખત સાબિત થયું છે કે, કેટલાક જાહેર માહિતી અધિકારીઓ માહિતી અધિકાર કાયદાને પારદર્શકતાનું સાધન નહીં પરંતુ નાર્ગારેકોને હેરાન કરવાની પદ્ધતિ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે. ફરિયાદી હરેશ સિસારાએ રાજય માહિતી આયોગ સમક્ષ સ્પષ્ટ રીતે રજૂઆત કરી હતી કે, તેમણે પોતાની અરજીમાં જે માહિતી માંગી જ ન હતી, તે માહિતીના નામે જાહેર માહિતી અધિકારીએ રૂૂ.530/-વસૂલીને ખોટી, અધુરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી દસ્તાવેજોની નકલ આપી હતી. જેથી અરજદારે જાહેર માહિતી અધિકારી વિરૂૂધ્ધ માહિતી અધિકાર અધિનિયમની કલમ 20 (1) હેઠળ દંડ ક2વા તેમજ કલમ 20 (2) હેઠળ તેઓના વિરૂૂધ્ધ શિસ્ત વિષયક પગલાં લેવાની ભલામણ ક2વા આયોગને વિનંતી કરી હતી.

સુનાવણી દરમિયાન જાહેર માહિતી અધિકારીએ પોતાની ગંભીર ભૂલ સ્વીકારવાને બદલે બચાવનું વલણ અપનાવીને અખબાર નોંધણી રજીસ્ટરના પાના આપીને અભિપ્રાય આપ્યો હોવાનો દાવો કર્યો હતો. આયોગે તેમની આવી ખોટી દલીલોને કડક શબ્દોમાં નકારતા સ્પષ્ટ કર્યું કે, અભિપ્રાય અને અખબાર નોંધણી રજીસ્ટરની નકલ વચ્ચેનો તફાવત ન સમજવો એ જાહેર માહિતી અધિકારીની ગંભીર અયોગ્યતા અને કાયદાની અજ્ઞાનતાનું પ્રતિબિંબ છે.

રાજ્ય માહિતી કમિશ્નર વિપુલ રાવલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો અરજદાર અભિપ્રાયની માહિતી માંગે તો જાહેર માહિતી અધિકારીની ફરજ છે કે તેમણે સ્પષ્ટ રીતે આવો અભિપ્રાય રેકર્ડ પર ઉપલબ્ધ નથી તેવો જવાબ આપવો જોઇએ. માહિતીના કાયદાનુસાર બિનજરૂૂરી દસ્તાવેજોની નકલ આપી નાગરિક પાસેથી ફી વસૂલવી એ સીધી રીતે માહિતી અધિકાર કાયદાનો દુરૂૂપયોગ છે.

આયોગે જાહેર માહિતી અધિકારીને દિન-30માં રૂૂ. 530/- પરત કરવાનો આદેશ આપતાંની સાથે જ 2સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, હવે પછીથી કોઈ પણ અરજદાર પાસેથી માંગેલી માહિતીની યોગ્ય ચકાસણી કર્યા વિના નકલ ફી વસૂલાશે તો કડક કાર્યવાહી અનિવાર્ય બનશે.

અરજદારે માંગેલી માહિતી અંગે દિન-10માં સ્પષ્ટ જવાબ આપવા અને જો વર્ષ 2025ની નિર્યામતતા અંગેનો કોઈ આભપ્રાય ઉપલબ્ધ હોય તો તે માહિતી વિનામૂલ્યે ફરિયાદીને પૂરી પાડવાનો પણ આયોગે આદેશ કર્યો છે.
જાહેર માહિતી અધિકારી દ્વારા દલીલ કરવામાં આવેલી કે અપીલ અધિકારીના હુકમમાં તમામ વિગતો લખેલી છે, તેનો આયોગે સ્પષ્ટપણે અસ્વીકાર કરી જણાવ્યું કે, જવાબદારી ટાળવી અને ઉપરી અધિકારીના નામે ભૂલ છૂપાવવી એ પ્રશાનિક અહંકારનું ઉદાહરણ છે. યોગ્ય અને કાયદેસર નિર્ણય લેવાની સંપૂર્ણ જવાબદારી જાહેર માહિતી અધિકારીની જ હોય છે.

આયોગે દંડ ન લગાવવાનું કારણ જણાવતાં જણાવ્યું કે, હાલના તબડક્કે જાણીજોઈને માહિતી અટકાવવાનો બદઈરાદો માની શકાય તેમ નથી. આ સાથે આયોગે તાકિદ કરી કે, જાહેર માહિતી અધિકારીએ માહિતી આપવામાં કાળજી લેવી અને અરજદારે માંગેલી માહિતીની ચકાસણી કર્યા બાદ જ નકલ ફી વસૂલવી.
આ હુકમથી સ્પષ્ટ થાય છે કે, માહિતી અધિકાર કાયદો કોઈ વિભાગની દયા 52 ચાલતો નથી. પરંતુ નાગરિકનો મૂળભૂત અધિકાર છે.

જાહેર માહિતી અધિકારીઓ જો આ કાયદાને હલ્કે લેવાનું ચાલુ રાખશે તો રાજ્ય માહિતી આયોગ દ્વારા આવી રીતે જાહેરમાં ફટકાર લગાવશે અને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *