ગાંધીનગરમાં હોળીની ઉજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. વિધાનસભા પરીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. વિધાનસભા હોળી તહેવારની રંગોત્સવની ઉજવણીના આરંભમાં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. વિધાનસભામાં સતત ત્રીજા વર્ષે હોળી તહેવારની ઉજવણી થઈ હતી. ધારાસભ્યો માટે કેસુડાના ફુલમાંથી ખાસ કલર બનાવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ શંકર ચૌધરીને અન્ય મંત્રીઓએ અબીલ-ગુલાલથી રંગ લગાવ્યો હતો. તેમજ અન્ય ઉત્સાહી નેતાઓ પીચકારીથી હોળી રમતા જોવા મળ્યા.
વિધાનસભા પરીસરમાં રંગોત્સવ, ઢોલના તાલે નેતાઓ ઝુમ્યા
ગાંધીનગરમાં હોળીની ઉજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. વિધાનસભા પરીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે…
