એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહની નિમણૂક

રાજકોટ એઇમ્સમાં ડેપ્યુટી ડાયરેકટરની ખાલી પડેલી જગ્યા ઉપર કર્નલ અંકૂર પ્રતાપસિંહની નિમણુક થતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ…

રાજકોટ એઇમ્સમાં ડેપ્યુટી ડાયરેકટરની ખાલી પડેલી જગ્યા ઉપર કર્નલ અંકૂર પ્રતાપસિંહની નિમણુક થતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો.

આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ જિલ્લા કલેકટરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આરોગ્ય સુવિધાઓ આપવા અને સંશોધનો કરવા ઉપર ભાર મુકયો હતો.

આ ઉપરાંત કલેકટર-ડીડીઓ સહિતના અધિકારીઓએ એઇમ્સના સમગ્ર બિલ્ડિંગની મુલાકાત લઇ વિવિધ વિભાગોનુ નિરિક્ષણ કર્યુ હતુ અને અદ્યતન સાધનો સહિતની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *