રાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાત

યુવાનની બે વર્ષ પહેલા મામાની દીકરી સાથે સગાઇ થઇ હતી, પરિવારમાં શોક રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા તોપખાનામાં રહેતા કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત…

યુવાનની બે વર્ષ પહેલા મામાની દીકરી સાથે સગાઇ થઇ હતી, પરિવારમાં શોક

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા તોપખાનામાં રહેતા કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.આ ઘટનામાં પ્ર.નગર પોલીસે કારણ જાણવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,તોપખાનામાં રહેતા વંશ સુરેશભાઈ ઝાલા ગામના 21 વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.આ અંગે કારણ જાણવા પ્ર. નગર પોલીસના એએસઆઈ કે.કે.ઝાલા તપાસ ચલાવી રહયા છે.મૃતક વંશ કોલેજમાં અભ્યાસ કરતો હતો.તેમજ કમ્પ્યુટરમાં કામ કરતો હતો.

તેમના માતા રંજનબેન એઇમ્સ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેમના પિતા ફોટોગ્રાફર છે અને લગ્ન પ્રસંગમાં વિડીયો શુટીંગ નું કામ કરે છે.વંશની બે વર્ષ પહેલા મામા ની દીકરી સાથે સગાઈ કરી હતી અને હાલ તેમના લગ્નની વાત ચાલુ હતી ત્યાં વંશે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *