શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા 18 વર્ષીય યુવકે ઘરે ઉલ્ટી કરતાં પરિવારને જાણ થઈ હતી કે તેને ઝેરી દવા પીધી છે. જે બાદ તુરંત જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ચાલુ સારવારમાં જ તેને દમ તોડી દીધો હતો. જો કે યુવકે કયા કારણોસર આ પગલું ભરી લીધું તે સામે ન આવતા પોલીસે તપાસ યથાવત રાખી છે.
બનાવની હકિકત મુજબ, ગોકુલનગરમાં રહેતો 18 વર્ષીય પ્રેમ દિલીપભાઈ ચોટલીયા નામનો યુવકે ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધા બાદ ઉલટી કરતો હોય જેથી પરિવારને જાણ થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં જ યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પિતા દિલીપભાઇના જણાવ્યા મુજબ, તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં પ્રેમ નાનો હતો. તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો. જો કે 18 વર્ષીય યુવાન પુત્રએ ક્યાં કારણસર આવું પગલું ભર્યું તે અંગે કોઈ કારણ ન હોવાનું જણાવ્યું હતું બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
