ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી…

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી વિદ્યાર્થીઓમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે.

મૃતક યુવતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાનિયાતાર ગામની રહેવાસી હતી. તે ગાંધીનગરના સેક્ટર-7 સ્થિત ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને અહીંની જ હોસ્ટેલમાં રહીને પોતાનું ભવિષ્ય ઘડી રહી હતી. કોઈ અગમ્ય કારણોસર યુવતીએ પોતાની હોસ્ટેલના રૂૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને સાથી વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. મૃતકની ઓળખ શિવાની ભોજાભાઈ આહીર તરીકે થઇ છે. તેની વય 19 વર્ષ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શિવાની ગઈકાલથી જ ગુમ હતી. ત્યારે તપાસ હાથ ધરવામાં આવતા તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં તેનો મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસને માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂૂમનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના કારણને જાણવા માટે તપાસ શરૂૂ કરી છે. સાથી વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દુ:ખદ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમમાં શોકની લાગણી પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *