જનતા સોસાયટીના આધેડે ઉંઘની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડી
શાપરમાં રહેતા કોલેજીયન યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી પાઉડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલ અવધ રેસીડેન્સીમાં રહેતા અને ગીતાંજલી કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતા ક્રિશ મનીશભાઈ પરમાર નામનો 18 વર્ષનો યુવાન સવારના 10:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગ્ય કારણસર ઝેરી પાઉડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો. બીજા બનાવમાં જનતા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ જમનાદાસ પાટડિયા ઉ.વ.51 પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે ઉંઘની વધુ પડતી દવા પી લેતા તબીયત લથડી હતી. આધેડનું તાત્કાલીક સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
