મોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટર

મોરબીના મહેન્દ્રનગર ગામની જમીન રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જિલ્લા કલેક્ટરે આ જમીન શરતભંગ કરી આસામીને રૂૂ.9.38 લાખનો દંડ ફટકારી 30 દિવસમાં…

મોરબીના મહેન્દ્રનગર ગામની જમીન રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જિલ્લા કલેક્ટરે આ જમીન શરતભંગ કરી આસામીને રૂૂ.9.38 લાખનો દંડ ફટકારી 30 દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 97ની જમીન એક2 5-12ગુ. રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ છે. જે જમીન શરતભંગ થતી હોવાની અરજી મામલતદારને અરજદાર દલસાણીયા ધનજી રતનશીભાઈ દ્વારા અપાઈ હતી. આ જમીન ઉપર આશરે 11 જેટલા કાચા પતરાના બાંધકામ કરી વાણીજ્ય હેતુ ઉપયોગ ચાલુ હોવાનું સામે આવ્યું હતું.

જેમાં તમામ બાંધકામમાં છત પતરાની બનાવેલ છે. લે-આઉટ પ્લાનની વિગતે રહેણાંક તથા વાણિજયના પ્લોટના હદ નિશાન અલગ થઈ શકે તેમ નથી. માપણી બાદ જ રહેણાંકમાં કરેલ બાંધકામનું ક્ષેત્રફળ નકકી થઈ શકે તેમ જણાય છે. આ વિગતની તમામ જગ્યા દિનેશભાઈ ગંગારામભાઈ ઝાલરીયાએ ભાડે આપેલ છે. અન્ય જગ્યા હાલ ખુલ્લી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના સંદર્ભ-3 તળેના હુકમની શરતો ધ્યાને લેતા શરત નં.2,5,8,12,37 મુજબની શરતોનું પાલન થયેલ નથી. તેમ જણાવી, શરતભંગ કરવા મામલતદાર મોરબી તથા પ્રાંત અધિકારીએ દરખાસ્ત મુજબ અભિપ્રાય આપેલ હતો.

ઉલ્લેખનીય છે કે દિનેશભાઈ બિનખેતી થયેલ ત્યારથી ભાડા પેટે ઉપર જગ્યા આપતા આવે છે અને સરકારને ટેક્ષ ચુકવવામાં આવતો નથી. બિનકાયદેસર બાંધકામ સીવાયની જગ્યામાં દર બુધવારે બાંધકામ સીવાયની જગ્યામાં બુધવારીમાં દરેક પાથરણા વાળા પાસે પૈસા ઉઘરાવતા હોય અને ત્યાં ખુબ જ ભયંકર ભીડ ભેગી કરતા હોય, રોડ પર પણ વાહન માટે ટ્રાફીક સમસ્યા સર્જાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *