રાજકોટ શહેરમાં મિલકત ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી એ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને મામલેદારો પાસે ફાજલ થયેલ નિયમ કરેલ પત્ર એક અને પત્રક પાંચ પૈકીની બે તથા ત્રણ ભાગમાં એક થી ત્રણ ની માહિતી 1960 થી લઈ નવેમ્બર 2024ની તમામ તાલુકા વાઇઝ બે દિવસમાં મોકલવા દ્વારા તાકીદ કરી છે. તેમજ દરેક મહિને મહિનો પૂર્ણ થતાને સાથે સાત દિવસમાં કલેકટર કચેરીએ રિપોર્ટ કરવા માટેની પણ સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે. શુક્રવારના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કલેક્ટર દ્વારા કાજલ થયેલી તમામ જમીનની માહિતી છે તે તાત્કાલિક મંગાવવામાં આવી છે અને 48 કલાકમાં જ સમગ્ર રિપોર્ટ કલેક્ટર કચેરીએ જમા કરાવવા માટે પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારને સુચના આપવામાં આવી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ફાજલના નિયત કરેલ પત્રકો 1 થી 5 પૈકી બે તથા પત્રક ત્રણ ભાગ એક થી ત્રણ ની માહિતી 1960 લઈ નવેમ્બર 2024 સુધીની તમામ માહિતી તાલુકા વાઇસ માહિતી દિન બે દિવસમાં રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે તેમજ હવેથી મહિનો પૂર્ણ થયાની સાથે જ સાત દિવસમાં તાલુકા વાઇઝ રિપોર્ટ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે રાજકોટમાં આવેલ દસ્તાવેજ કૌભાંડ કલેકટર પ્રભાવ જોશે એક્સલમાં આવ્યા છે.