રવિવારે યોજાનાર ગુજકેટની પરીક્ષાની તૈયારી અંગેની સમીક્ષા કરતાં કલેકટર

  આગામી તા.23 માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ…

 

આગામી તા.23 માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેકટરએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. કલેકટરએ સ્ટ્રોંગરૂૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂૂપે એસટી વિભાગના તમામ રૂૂટ કાર્યરત રાખવા, વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા, જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.

જામનગર જીલ્લામાં કુલ 13 સ્થળો પર 125 બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવશે. કુલ 2462 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 10:00 કલાકથી સાંજે 4:00 કલાક સુધીનો રહેશે. જેમાં સવારે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1:00 થી 2:00 દરમિયાન જીવ વિજ્ઞાન અને 3:00 થી 4:00 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.ઝાલા, જીલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, લગત અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.
પરીક્ષા દરમિયાન કોઈ અણબનાવ ન બને તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જરૂૂરી મદદ મળી રહે તે માટે ન્યુ સ્કૂલ, ખંભાળીયા ગેઇટ પાસે જામનગર ખાતે કંટ્રોલરૂૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તા. 21.03.25 થી 23.03.2025 દરમિયાન સવારે 07 થી રાત્રીના 21 કલાક સુધી 0288-2553321 નંબર પર સંપર્ક કરી શકાશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *