પાંચ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા
સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસવડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન કુલ 43 જેટલા કેસો પર સમીક્ષા કરવામાં આવી હતી. આ પૈકી પાંચ અરજદારોને રૂૂબરૂૂ સાંભળીને તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવી હતી.
33 જેટલા કેસોને પૂરતા આધારના અભાવે અથવા અન્ય કારણોસર ડ્રોપ કરવામાં આવ્યા હતા. 8 જેટલા કેસોમાં અરજદારો અને સામે પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું સામે આવ્યું હતું. એક પણ કેસમાં ગુનો નોંધાયો નથી.
