ઠંડીનો ચમકારો: 6 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે

નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં…

નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. ગુજરાતમાં 12 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે પણ સેવી છે. અત્યારે ગુજરાતમાં 12 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત રાજયના છ શહેરોનાં 15 ડીગ્રી કરતા નીચું તાપમાન નોંધાયું છે.


ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થયું છે. તપામાન પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી લઘુતમ તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું
ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 18 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. શહેરમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઘટતા તાપમાનના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકોર અનુભવા છે.

કયા શહેરમાં કેટલું લઘુતમ તાપમાન નોંધાયું ?
નલિયા 12.2
ગાંધીનગર 12.4
અમરેલી 13.4
રાજકોટ 14.6
પોરબંદર 14.6
ડીસા 14.4
બરોડા 14.6
ભુજ 16.3
ભાવનગર 16.6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *