ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, મોટા ભાગના શહેરમાં તાપમાન 150 નીચે

  ગુજરાતમાં બે દિવસની ઠંડીમાં આંસિક રાહત બાદ ઠંડીમાં ફરી વધારો થવા લાગ્યો છે. રાજ્યના વાતાવરણમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં બે…

 

ગુજરાતમાં બે દિવસની ઠંડીમાં આંસિક રાહત બાદ ઠંડીમાં ફરી વધારો થવા લાગ્યો છે. રાજ્યના વાતાવરણમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં બે ડિગ્રી પારો ગગડીને 9 ડિગ્રી પહોંચ્યો હતો. ત્યારે આગામી 24 કલાકમાં હજી પણ વધારે ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

નલિયામાં બે ડિગ્રી પારો ગગડ્યો
ગુજરાતમાં થોડી રાહત બાદ ઠંડીમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. બુધવારના દિવસે ગુજરાતમાં 9 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈને 9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડિસામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીમાં ઘટાડો રહ્યો હતો. જોકે, બુધવારના દિવસે અમદાવાદના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4, ડીસામાં 14.1, ગાંધીનગરમાં 13.4, વિદ્યાનગરમાં 17.4, વડોદરામાં 15.6, સુરતમાં 18.2, દમણમાં 16.2, ભૂજમાં 14.8, નલિયામાં 09.0, કંડલા એરપોર્ટમાં 15.7, અમરેલીમાં 16.4, ભાવનગરમાં 17.8, દ્વારકામાં 18.6, ઓખામાં 19.8, પોરબંદરમાં 15.0, રાજકોટમાં 13.8, વેરાવળમાં 18.3, દીવમાં 15.8, સુરેન્દ્રનગરમાં 16.8, મહુવામાં 15.6, કેશોદમાં 14.7 ઠંડી નોંધાઇ છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે. આમ 24 કલાક દરમિયાન ઠંડી જોર પકડશે. માટે થોડા દિવસની રાહત બાદ લોકોએ ફરીથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *