શિયાળાની વિદાય પહેલાં ઠંડીનો ચમકારો અને માવઠાની આગાહી

  રાજયમાં હવામાન વિભાગે ફરી એક વાર માવઠાની આગાહી કરી છે,જેમાં વાતાવરણ અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે,ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે…

 

રાજયમાં હવામાન વિભાગે ફરી એક વાર માવઠાની આગાહી કરી છે,જેમાં વાતાવરણ અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે,ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે,આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેશે.

રાજયમાં વાતાવારણને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે,ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે સાથે સાથે હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે,અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે,સાથે સાથે આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે.
બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે.

કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *