રાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે રૂા.247.78 કરોડના ખર્ચે શહેરના વિવિક વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામા આવનાર છે. મુખ્યપ્રધાન…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે રૂા.247.78 કરોડના ખર્ચે શહેરના વિવિક વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામા આવનાર છે. મુખ્યપ્રધાન બિલ્ડર એસોસિએશનના એક ફંકશનમાં પણ હાજરી આપવાના છે. જેમા શહેરના રિયલ એસ્ટેટના વિકાસ માટે મહત્વપુર્ણ ચર્ચા અને વિચારોની આપ-લે થશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટના વિવિક વિકાસલક્ષી રૂા.94.42 કરોડના કુલ-13 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂા.153.35 કરોડના કુલ-13 પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિતના કુલ રૂા.247.78 કરોડના કુલ-26 પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહુર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રવિવારના સાંજે 5:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે કરવામાં આવનાર છે.

આટલા કામના થશે લોકાર્પણ
1) વોર્ડ નં.11માં અમૃત મિશન 2.0 હેઠળ રૂૂ.34.43 કરોડના ખર્ચે મોટામવા ખાતે પમ્પિંગ હાઉસ સાથે 3 ML ESR અને 22.17 ML GSR સાથે હેડવર્કસનું નિર્માણ, 2) વોર્ડ નં.9માં અમૃત મિશન 2.0 હેઠળ રૂા.26.35 કરોડના ખર્ચે મુંજકા ખાતે પમ્પિંગ હાઉસ સાથે 3 ML ESR અને 14.00 ML GSR સાથે મુંજકા હેડવર્કસનું નિર્માણ, 3) રીયા રિફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે રૂા.6.96 કરોડના ખર્ચે કોઠા 150 TPDનો મટિરિયલ રિકવરી ફેસીલીટી (MRF) પ્લાન્ટનું નિર્માણ, 4) વોર્ડ નં.9 માં રૂા.6.31 કરોડના ખર્ચે મુજકા વિસ્તારમાં આર્ષ વિદ્યામંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ, 5) વોર્ડ નં.9 માં અમૃત મિશન 2.0 હેઠળ રૂા.5.82 કરોડના ખર્ચે મુજકા વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ, 6) વોર્ડ નં.11 માં રૂા.3.91 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ, 7) વોર્ડ નં.11 માં રૂૂ.2.69 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસનું નિર્માણ, 8) વોર્ડ નં.16માં રૂા.2.50 કરોડના ખર્ચે નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના 15 મીટર ટી.પી. રોડ પર સી.સી. રોડ સાઈડના પડખામાં પેવીંગ બ્લોક, યુટીલીટી તથા પાઈપ ગટર કામનું નિર્માણ, 9) વોર્ડ નં.18 માં કોઠારીયા ખાતે રૂા.2.36 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ, 10) વોર્ડ નં.11 માં રૂા.2.20 કરોડના ખર્ચે અધ્યતન પાર્ટી પ્લોટનું નિર્માણ, 11) વોર્ડ નં.3માં રૂા.56 લાખના ખર્ચે પોપટપરા વેર હાઉસ થી કુગસીયા સર્કલ તથા એચ.સી.જી. હોસ્પીટલ રોડ પર 05 વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઘ ખ સાથે સેન્ટર કઊઉ લાઇટીંગ કામ, 12) વોર્ડ નં.11માં રૂા.22 લાખના ખર્ચે પરસાણા ચોકથી પ્રાઇડ રીસોર્ટ સુધી કણકોટ તરફ જતા રસ્તા ઉપર 05 વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઘ ખ સાથે સેન્ટર કઊઉ લાઇટીંગ કામ, 13) વોર્ડ નં. 12માં વાવડી વિસ્તારમાં રૂૂ.9.41 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ

આટલા કામના થશે ખાતમુહૂર્ત
1) વોર્ડ નં. 8 માં રૂૂ. 62.35 કરોડના ખર્ચે કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્ચેનાં બાકી રહેતા વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું તેમજ ડામર રોડ રીસ્ટોરેશન કરવાનું કામ., 2) વોર્ડ નં.8માં રૂૂ. 21.83 કરોડના ખર્ચે રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવાડ રોડ, સહકારનગર રોડ વચ્ચેનાં વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું તેમજ ડામર રોડ રીસ્ટોરેશન કરવાનું કામ., 3) વોર્ડ નં.14 માં રૂૂ.21.07 કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની સામે નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સ બનાવવાનું કામ., 4) વોર્ડ નં.14 માં રૂૂ.20.82 કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની નવો કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ., 5) વોર્ડ નં.10 માં રૂૂ.5.62 કરોડના ખર્ચે અધતન લાઇબ્રેરી બનાવવાનું કામ., 6) રૂૂ.5.24 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુ દરમ્યાન જેટ પેચર મશીનથી રસ્તા પરનાં પોટહોલ્સ રીપેરીંગ કરવાનું કામ., 7) વોર્ડ નં.9 માં રૂૂ.4.16 કરોડના ખર્ચે પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોંકળામાં રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ., 8) વોર્ડ નં.17 માં રૂૂ.3.55 કરોડના ખર્ચે પારડી રોડ પર ટી.પી. સ્કીમ નં.5 (રાજકોટ) એફ.પી. નં.242 માં આવેલ રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવાનું કામ., 9) વોર્ડ નં.14 માં આવેલ સોરઠીયાવાડી ગાર્ડનનું રૂૂ.3.10 કરોડના ખર્ચે નવિનિકરણ કરવાનું કામ, 10) વોર્ડ નં.15 માં રૂૂ.2.10 કરોડના ખર્ચે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.01 થી 07 માં આવેલા નાલા બનાવવાનું કામ, 11) વોર્ડ નં.12 માં રૂૂ.1.77 કરોડના ખર્ચે ધારા ગેસ ગોડાઉન રોડને ડેવલપ કરવાનું કામ, 12) વોર્ડ નં.6મા રૂા.1.09 કરોડના ખર્ચે પાંજરાપોળ, રામનાથ મંદિર તરફ જવાના રસ્તે આજી નદી પર અને પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાસે સ્લેબ કલ્વર્ટ કરવાનું કામ., 13) વોર્ડ નં.6 માં રૂૂ.62.75 લાખના ખર્ચે જઇખ 2.0 અંતર્ગત અલગ અલગ જગ્યાઓએ પબ્લિક ટોયલેટ બનાવવાનું કામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *