દિલ્હીમાં CM-PMની મેરેથોન બેઠક, સંગઠનની ગાડી પાટે ચડશે?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલીહતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકનું મુખ્ય કેન્દ્ર પ્રદેશ ભાજપ સંગઠનના નવા માળખાની રચના પર રહ્યું હતું. પ્રદેશ પ્રમુખનીવરણીને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સંગઠનની નવી ટીમની જાહેરાત થઈ નથી, જેના પર ઙખ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સિવાય, રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને રાજ્યની સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. આ બેઠકને ગુજરાતના રાજકારણ અને સંગઠનમાં નજીકના ભવિષ્યમાં થનારા મોટા ફેરફારોના સંકેત તરીકે જોવામાં આવે છે.

ગુજરાતના ત્રણેય નેતાઓએ શનિવારે નવી દિલ્હીની વાટ પકડી પછી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, નવા પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓની નવી ટીમમાં સિનિયરો અને યુવાઓનું બેલેન્સ રાખવા માટેની એક નવી જ યાદી રાષ્ટ્રીય નેતૃત્વ સાથેની ચર્ચામાં તૈયાર થઇ છે. આ જ રીતે શહેરો, જિલ્લાઓથી લઇ વોર્ડ સુધીના બાકીના હોદ્દેદારો માટે પણ કેવા પ્રકારની પસંદગી કરવી તેના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ પાસેથી માર્ગદર્શન મેળવાયું છે. નવા પ્રમુખની પસંદગી સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની રચના પણ કરી દેવામાં આવી હોવાથી એમ સમજાય છે કે હવે સરકાર અને સંગઠન વચ્ચે વધુને વધુ સંકલન સાથે આગમી સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે રણનીતિ અપનાવવામાં આવશે. આ બેઠકમાં વડનગર પ્રોજેક્ટની પણ ચર્ચા થઇ હતી.રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અગાઉની જેમ નવા મંત્રીમંડળને પણ ’પરફોર્મ ઓર પેરીસ’ નીતિ અંગે સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.

પટેલના અગાઉના મંત્રીમંડળમાં પણ આ નીતિના ભાગરૂૂપે દસથી વધારે મંત્રીઓને રવાના કરી દેવાયા હતા જ્યારે બાકીના યથાવત રખાયેલા પૈકીના અડધા મંત્રીઓના ખાતાઓમાં ફેરબદલ કરી દેવામાં આવ્યા છે. હવે ભાજપ નેતૃત્વનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજ્યની મહત્ત્વની ચૂંટણીઓ અને વિધાનસભાની 2027ની ચૂંટણીઓમાં પફોર્મન્સ જાળવી રાખવાનું છે. ત્યારે હવે જોવાનું રહે છે કે પ્રદેશથી લઇને વોર્ડમાં કેવા ચહેરાની પસંદગી આગામી દિવસોમાં જાહેર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *