મણીપુર હિંસામાં CMએ હથિયારો લૂંટાવ્યા: ઓડિયો ટેપ સુપ્રીમમાં

પહેલીવાર મુખ્યમંત્રી એ બિરેન સિંહ પર મણિપુર હિંસામાં ભૂમિકા ભજવવાનો આરોપ લાગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં ઓડિયો રેકોર્ડિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી…

પહેલીવાર મુખ્યમંત્રી એ બિરેન સિંહ પર મણિપુર હિંસામાં ભૂમિકા ભજવવાનો આરોપ લાગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં ઓડિયો રેકોર્ડિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટની માંગ કરી છે. તેમજ આ અંગે વધુ સુનાવણી 24મી માર્ચે નિયત કરવામાં આવી છે. મણિપુરમાંથી મે 2023થી સતત હિંસાના અહેવાલો આવી રહ્યા છે.

કથિત ઓડિયો ટેપ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મણિપુરમાં જાતિ હિંસામાં સીએમ સિંહ પણ સામેલ હતા. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું, મેં ટેપ રેકોર્ડિંગની નકલો સામેલ કરી છે. તેમણે કહ્યું, ટ્રુથ લેબે પુષ્ટિ કરી છે કે આમાં 93 ટકા અવાજ મુખ્યમંત્રીનો છે. આના પર સોલિસિટર જનરલે લેબનું નામ લઈને ઉધડો લીધો હતો, જેના પર એડવોકેટ ભૂષણે કહ્યું હતું કે Truth Labs FSL રિપોર્ટ કરતાં વધુ વિશ્વસનીય છે. ભૂષણે કહ્યું તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેણે હથિયારો લૂંટવા દીધા અને રમખાણો થયા… તે સ્પષ્ટ છે.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (ઈઉંઈં) સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ આ અરજી પર સુનાવણી કરી રહી હતી. આ રિટ પિટિશન કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ ટ્રસ્ટ વતી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કથિત ટેપની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે.

જસ્ટિસ ખન્નાએ કહ્યું રાજ્ય હજુ પણ લથડી રહ્યું છે. અમારે એ પણ જોવાનું રહેશે કે આ કોર્ટ આ મામલાની સુનાવણી કરે કે હાઈકોર્ટ. તેણે કહ્યું, મને નકલોની અધિકૃતતા વિશે પણ ખબર નથી…. FSL રિપોર્ટ ક્યારે આવશે? 6 અઠવાડિયાની અંદર દાખલ કરો.
વર્ષ 2024માં તત્કાલિન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ ઓડિયો ક્લિપ્સની પ્રામાણિકતાના પુરાવા તરીકે સામગ્રી રજૂ કરવા કહ્યું હતું. આ પછી કુકી સંસ્થાએ ટ્રુથ લેબનો રિપોર્ટ રજૂ કર્યો. સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન એસજી મહેતાએ જણાવ્યું હતું કે ક્લિપ્સ તપાસ માટે મોકલવામાં આવી છે અને આ મામલાને લગતી એફઆઈઆરના આધારે તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *