રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ, રૈયાધાર ઝોન હસ્તકના ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશનના રો-વોટરસંપની સફાઈ કોઈ પણ પ્રકારના શટ-ડાઉન વગર કરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની વોટર મેનેજમેન્ટ યુનિટના રૈયાધાર ઝોન હસ્તકના ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશન ખાતે તા.03-08-2025 ના રોજ 04 એમ.એલ. કેપેસીટીના રો-વોટરસંપમાંથી આલ્ગી/વનસ્પતિજન્ય અવશેષો/સ્લજ દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.
આ તમામ કામગીરી દરમ્યાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તેવા શુભ આશયથી કોઈ પણ પ્રકારનુ શટ-ડાઉન રાખ્યા વિના રો-વોટરસંપની સફાઈ કામગીરી પૂર્ણ કરેલ છે.
આ સમગ્ર કામગીરી વોટર મેનેજમેન્ટ યુનિટની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.
