જામનગરના વીંજરખી સહિત અનેક જળસ્ત્રોતોની સફાઇ

સંત નિરંકારી મિશન દ્વારા 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનું દેશભરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગરના…

સંત નિરંકારી મિશન દ્વારા 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનું દેશભરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગરના વીંજરખી ડેમ સહિત ભારતના 930 શહેરોમાં 1600થી વધુ સ્થળોએ જળ સ્ત્રોતોની સફાઈ કરવામાં આવી. સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા.આ અભિયાનમાં અંદાજે 12 લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

દિલ્હીમાં આયોજિત વિશેષ સત્સંગમાં માતા સુદીક્ષા જીએ જણાવ્યું કે સાચી ભક્તિ શબ્દોમાં નહીં પણ કર્મોમાં હોવી જોઈએ અને બાબા હરદેવ સિંહ જીની શિક્ષાઓને જીવનમાં ઉતારી નિ:સ્વાર્થ ભાવે માનવતા અને પ્રકૃતિની સેવા કરવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ, પર્યાવરણ સંતુલન અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *