જામજોધપુરના સડોદર ગામના શખ્સે પવનચક્કીની કંપનીના મેનેજર સહિતનાને બાનમાં લેતા ગુનો નોંધાયો
ઉપલેટા નજીક ભાયાવદરના ખિરસના ગામની સીમમાં ગૌચરની જમીનમાંકલેક્ટર દ્વારા પવનચક્કીનો કોન્ટ્રાક્ટ અપાયો હોય જે કોન્ટ્રાક્ટ બાબતે જામજોધપુરના સડોદર ગામના શખ્સે આ પવનચક્કીના કંપનીના મેનેજર સહિતનાઓને બાનમાં લઈ પવનચક્કી બંધ રખાવી તેમજ પોલમાં તોડફોડ કરી રૂા. 6.15 લાખનું નુક્શાન કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મુળ ઓડિસાના બાલાસીંગ જિલ્લાના કોડા સોસાયટીમાં રહેતા મનોજ કુમાર સુભાષચંદ્ર સાહુએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામજોધપુરના સડોદર ગામના નરેશ ખીમાણંદ બેરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજકોટ કલેક્ટર દ્વારા વીંડ વર્લ્ડ કંપનીને ઉપલેટાના ખિરસરા ગામની ગૌચરની જમીનમાં 50 ચો.મી.માં ભાડા પેટે પવન ચક્કીનો કોન્ટ્રાક્ટ અપાયો હોય જેમાં ત્રાસ આપવાના ઈરાદાથી નરેશે ગેરકાયદેસર પ્રવેશ કરી વિંડ વર્લ્ડ કંપનીના પવનચક્કીના પોલને નુક્શાન કરી તેમજ 8 દિવસ સુધી પવનચક્કીને ધરાર બંધ રખાવી આશરે 6.15 લાખનુ નુક્શાન કરતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.