હાઇકોર્ટની બેંચની માંગણી મુદ્દે ભાજપ પ્રેરિત વકિલોના બંને જૂથ વચ્ચે બખેડો

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઇકોર્ટ બેન્ચની વર્ષો જૂની માંગણીના મુદ્દે રાજકોટ બાર એસોસિયેશન અને રાજકોટ ભાજપ લીગલ સેલ વચ્ચે મતભેદો સર્જાતા વકીલોમા ભારે વિવાદ સાથે…

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઇકોર્ટ બેન્ચની વર્ષો જૂની માંગણીના મુદ્દે રાજકોટ બાર એસોસિયેશન અને રાજકોટ ભાજપ લીગલ સેલ વચ્ચે મતભેદો સર્જાતા વકીલોમા ભારે વિવાદ સાથે ચકચાર મચી જવા પામેલ છે તાજેતરમાં હાઇકોર્ટ બેચની માંગણીને લઈને રાજકોટ બાર એસો.દ્વારા એક પછી એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેમાં ગત સપ્તાહ મળેલી મહા બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તંત્રને આવેદનપત્ર આપવાનું નક્કી થયું હતું તે મુજબ રાજકોટ કલેકટર કચેરી ખાતે આ વેદનપત્ર પાઠવ્યા બાદ બારના પ્રમુખ સુમિત વોરા દ્વારા ભાજપે ચૂંટણી ઢંઢેરામાં હાઇકોર્ટ બેંચને લઈને જે વચન આપવામાં આવેલ તેનું પાલન ભાજપ સરકાર દ્વારા થતું ન હોય આ મુદ્દે પ્રજાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપતા રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોના પ્રમુખ સુમિત વોરાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીને ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને રાજ્યપાલને હાઇકોર્ટ બેંચના મામલે રૂૂબરૂૂ રજૂઆત કરવાનો તખ્તો ઘડાઈ રહો છે ત્યારે ભાજપ વિચારધારા સાથે જોડાયેલા બારના પ્રમુખના નિવેદનથી ભાજપ લીગલ સેલમાં સખત વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે વકીલોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે રાજકોટ બાર એસો દ્વારા ફરી આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિયેશનના હોદ્દેદારોની રાજકોટ ખાતે મહા બેઠક મળી ગઈ હતી. જેમાં જિલ્લા અને તાલુકા મથકોએ કલેકટર અને મામલતદારને આવેદન પત્ર પાઠવવા અને એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની તેમજ વેપારી મંડળ ને સાથે રાખી રાજકીય પક્ષો અને સંસદ સભ્ય તેમજ ધારાસભ્યોને સરકારમાં રજૂઆત કરવી આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને રાજ્યપાલને રૂૂબરૂૂ સમય માંગે અને રજૂઆત કરવાની રણનીતિ ધડી કાઢવામાં આવી હતી. ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છના તમામ વાર એસોસિએશન દ્વારા સ્થાનિક કક્ષાએ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને પ્રતિનિધિ મંડળ રાજકોટના કલેક્ટરને રૂબરૂ મળી રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે આવેદનપત્ર આપેલ હતું અને ત્યારબાદ કલેકટર ઓફિસના કમ્પાઉન્ડમાં પ્રેસના માધ્યમથી ભાજપ ચૂંટણી ઢંઢેરામાં જણાવેલ હોવા છતાં વચનનું પાલન કરેલ નથી તેમ ઉગ્રતા સાથે નિવેદન કર્યું હતું. તેમજ ભાજપ સરકાર સામે જનતાને સાથે રાખી ઉગ્ર રજૂઆતની જે વાત કરી છે તે ખૂબ જ નિંદનીય અને વખોડવા લાયક છે. આ નિવેદનને ભાજપ લીગલ સેલ દ્વારા સરકાર સામે કરેલા ચૂંટણી ઢંઢેરાના આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. આ નિવેદન અંગે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ રાજકોટ મહાનગરના સંયોજક પિયુષભાઈ શાહ સહ-સંયોજક કમલેશ ડોડીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવેલ છે કે અગાઉ ભાજપ કાર્યાલય ખાતે આશરે 300 જેટલા વકીલોની હાજરીમાં સાંસદ સભ્ય રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને મહાનગર પ્રમુખ માધવભાઈ દવે તેમજ તમામ મહામંત્રીઓની હાજરીમાં ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળવા માટે માગણી કરી હતી ત્યારે સાંસદ સભ્ય રૂપાલા અને ધારાસભ્યઓ તેમજ મહાનગર પ્રમુખ માધવભાઈ દવે એ પોતાના નિવેદનમાં જણાવેલું જ છે કે સરકાર રાજકોટ અને હાઇકોર્ટની બેન જ મળે તે માટે ખૂબ જ હકારાત્મક છે તેમ જણાવેલ હતું.

ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ જે નિવેદન કરવામાં આવેલ છે તે નીંદનીય હોય તેમણે પોતાના શબ્દો પાછા ખેંચી માફી માગવી જોઈએ એવી માગણી ભાજપ લીગલ સેલના હોદેદારોએ કરેલ છે. તેમજ આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને રાજ્યપાલને રૂબરૂ રજૂઆતનો તખ્તો ઘડાઈ રહો છે ત્યારે બારના પ્રમુખના નિવેદનથી ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશનની મળેલી મહા બેઠકમાં સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ ભાજપ લીગલ સેલના હોદેદારોની અન ઉપસ્થિતિ એ પણ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

ચૂંટણી ટર્મની મુદત વધારવાની સત્તા બીસીજીને : પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી
રાજકોટ બાર એસોસિએશનની ચુંટણી ટર્મ એક વર્ષના બદલે બે વર્ષની કરવાના ઠરાવ પૂર્વે જ પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી વિરોધ નોંધાવ્યો છે. બાર એસોસિએશનની ચૂંટણી ટર્મ એક વર્ષની રાખવી કે બે વર્ષની રાખવી તે નક્કી કરવાની સત્તા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે રહેલી છે. જેથી આ પ્રશ્ન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નિર્ણય કરવા મોકલી આપવો જોઈએ. વિકલ્પે જો બે વર્ષની ચુંટણી ટર્મ કરવામાં આવે તો તે સમય મર્યાદા આગામી ચુંટણી થયા બાદ લાગુ થાય તે રીતે નિર્ણય કરવો જોઈએ. ચાલુ ટર્મની ચુંટણી એક વર્ષ માટે જ છે. જેથી તેને બે વર્ષ માટે લંબાવી શકાય નહી. જેથી આ જનરલ બોર્ડ કેન્સલ કરી આગામી ટર્મથી બે વર્ષ માટે ચુંટણી યોજવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવું. આ અરજીમાં મોટી સંખ્યામાં સહી કરનારા વકીલો જનરલ બોર્ડ સમક્ષ હાજર છે તેમ ગણી આ વાંધા ધ્યાને લઇ તા.31/07/2026 નું જનરલ બોર્ડ મૂલત્વી રાખવાનો ઠરાવ કરશો અથવા તો આ બે વર્ષની ટર્મ આગામી ચુંટણી થયા બાદ લાગુ પડસે તેવો ઠરાવ કરવા પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી સહિતના વકીલોએ બાર એસોસિએશન સમક્ષ અરજી આપી વિરોધ સાથે રજુઆત કરી છે.

બાર એસો.ની ચૂંટણી પ્રક્રિયા આજીવન બંધ કરવા પૂર્વ કાર્યકારી પ્રમુખે કરી અરજી
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત વકિલો વચ્ચે ચાલતો જૂથવાદ ઉડીને આંખે વળગી રહ્યો છે. ત્યારે ફરી ભાજપ પ્રેરિત વકિલોના બંન્ને જૂથ આમને સામને આવી ગયા છે. જેમાં બાર એસો.ની ચૂંટણીની ટર્મ એક વર્ષની જગ્યાએ બે વર્ષ નક્કી કરવા અંગે આવતીકાલે જનરલ બોર્ડ મળે તે પૂર્વે જ ફરી વિવાદ વર્ક્યો છે. જેમાં પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ બે વર્ષની ટર્મનો વર્ષ 2027ની ચૂંટણીથી અમલ કરવા અને ચાલુ ટર્મના હોદ્દેદારોને લાભ નહીં આપવા વિરોધ નોંધાવ્યો છે. ત્યારે વકિલો વચ્ચે ચાલતા વિવાદને લઇને પૂર્વ કાર્યકારી પ્રમુખ નિરવકુમાર પંડ્યાએ બાર એસો.ની ચૂંટણી યોજવાને બદલે આજીવન ચૂંટણી બંધ કરવાના કટાક્ષ સાથે બાર એસો.ને અરજી આપી છે.

ચૂંટણીમાં હારેલા લીગલ સેલ અને બકુલ રાજાણી જૂથે વિજેતા પેનલને બે મુુદ્દે ફરી ઘેરી
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં છેલ્લા ઘણોથી ભાજપ પ્રેરિત વકિલોના બંન્ને જૂથ વચ્ચે જંગ લડાઇ રહ્યો છે. ત્યારે ગત ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકિલોના ત્રણ જૂથ આમને સામને આવી ગયા હતા. જેમા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમર દિલીપભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી અને ભાજપ લીગલ સેલની ટીમે પોતાની ટીમોની ચૂંટણી જંગમાં ઉતારી હતી. જેમાં દિલીપ પટેલની પેનલનો વિજય થયો હતો. ચૂંટણીમાં હાર પામેલા ભાજપ લીગલ સેલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી જૂથે વિજેતા પેનલને જૂદા-જૂદા બે મુદ્દે ફરી ધેરી લીધી છે. જેમાં બાર એસો. દ્વારા ચૂંટણીની ટર્મ બે વર્ષની કરવાના નિર્ણય સામે પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી જૂથ અને રાજકોટમાં હાઇકોર્ટની બેંચની માંગ સાથે બાર એસો.ના પ્રમુખ સુમિત વોરાએ આપેલા નિવેદન મુદ્દે ભાજપ લીગલ સેલની ટીમે મોરચો માંડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *