હળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલો

પોલીસ જમાદારના ભત્રીજાને દારુના ગુનામાં પકડયો હોય જે મામલે બોલાચાલી થઈ હતી: સમાધાન માટે પોલીસ લાઈનમાં ભેગા થયા બાદ હુમલો કરાયો, વાહનોમાં તોડફોડ હળવદ પોલીસે…

પોલીસ જમાદારના ભત્રીજાને દારુના ગુનામાં પકડયો હોય જે મામલે બોલાચાલી થઈ હતી: સમાધાન માટે પોલીસ લાઈનમાં ભેગા થયા બાદ હુમલો કરાયો, વાહનોમાં તોડફોડ

હળવદ પોલીસે દારૂૂના ગુનામાં પકડેલા શખ્સને માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જમાદાર દ્વારા જેમ ફાવે તેમ કહેવામાં આવ્યું હતું જે બાબતે દારૂૂમાં પકડાયેલા શખ્સના કૌટુંબિક કાકાને પોલીસ જમાદાર સાથે સંબંધ હોય તેઓને કહ્યું હતું જેથી પોલીસ જમાદારે હળવદ પોલીસ લાઈન ખાતે તેઓના ઘરે યુવાનને સમાધાન માટે બોલાવ્તો હતો અને ત્યારબાદ સમાધાન કરવા માટે ગયેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિ ઉપર અન્ય ચાર શખ્સોને બોલાવીને છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

હળવદ તાલુકાના ચરડવા ગામે કે.ટી. મિલ વિસ્તારમાં રહેતા સદામભાઈ ગુલમામદભાઈ ભટ્ટી (30) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જમાદાર વિજયભાઈ છાસિયા, વિજયભાઈ છાસિયાના પત્ની રહે. બંને પોલીસ લાઈન હળવદ, સમીર રફિકભાઈ જામ, ઉમરભાઈ કાસમભાઇ મીયાણા, સબીરભાઈ નૂરમામદભાઈ મીયાણા અને સીદીકભાઈ શેરમામદ જામ રહે. ચારેય માર્કેટયાર્ડ જીઆઇડીસી પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ પોલીસે ફરિયાદીના કૌટુંબીક ભત્રીજાને દારૂૂના ગુનામાં પકડ્યો હતો અને તેને માળિયા ખાતે ફરજ બજાવતા પોલીસ જમાદાર વિજયભાઈ છાસિયા દ્વારા જેમ ફાવે તેમ કહેવામાં આવ્યું હતું જે બાબતે ફરિયાદીને વિજય છાસિયા સાથે સંબંધ હોય તેને ફોન ઉપર વાત કરી હતી અને ત્યારબાદ પોલીસ જમાદાર એ સમાધાન કરવા માટે થઈને ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા જેથી ફરિયાદી તેના બે મિત્રોને સાથે લઈને વિજય છાસિયાના ઘરે ગયો હતો.

ત્યારે જમાદારના પત્નીએ કોઈને ફોન કરીને બોલાવ્યા હતા જેથી ફરિયાદી અને તેના મિત્રો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે હળવદ પોલીસ લાઈનના ગ્રાઉન્ડમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી કરીને છરી અને ધોકા જેવા હથિયાર ધારણ કરીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ત્યારે સમીરે ફરિયાદીને છરી વડે ડાબા હાથે તથા જમણા પગના સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા તેમજ સાહેદ રેહાન સોહિલખાન પઠાણને છરી વડે હાથમાં ઇજા કરી હતી અને સમીરની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એજે 0820 ને ફરિયાદીની ગાડી નંબર જીજે 36 બીવી ,200 ની પાછળના ભાગમાં ભટકાડી વાહનમાં 25,000 નું નુકસાન કર્યું છે અને પોલીસ જમાદાર વિજય છાસિયાએ ફરિયાદીના ઘરે જઈને તેના માતા અને પત્નીને ગાળો આપી હતી અને ફરિયાદીને ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સમીર રફિકભાઈ જામ (17)એ સદામભાઈ મિયાણા રહે. ચરાડવા તથા બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદ પોલીસ લાઈનના ગ્રાઉન્ડમાં આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને બેબીસ ગાળો આપી હતી અને ત્રણ પૈકીના એક શખ્સ પાસે છરી હતી જે લઈને ફરિયાદીને મારવા માટે આરોપી દોડી આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને સ્વિફ્ટ ગાડી માં આરોપીએ તેની થાર ગાડી અથડાવી. હતી જેથી ફરિયાદીની ગાડીમાં 50 હજાર રૂૂપિયાનું નુકસાન કર્યું છે જેથી કરીને હાલમાં સમીર જામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *