નાગરિક સેવા : યુવાનોની શક્તિથી બદલાતું ભારત

આજે યુવાનો બદલાવના જે સપનાઓ જુએ છે, એ સપનાઓને સાકાર કરવાની સૌથી શક્તિશાળી શરૂૂઆત નાગરિક સેવાથી જ શરૂ થાય છે. દેશનો વિકાસ માત્ર ઈમારતો, રસ્તાઓ…

આજે યુવાનો બદલાવના જે સપનાઓ જુએ છે, એ સપનાઓને સાકાર કરવાની સૌથી શક્તિશાળી શરૂૂઆત નાગરિક સેવાથી જ શરૂ થાય છે. દેશનો વિકાસ માત્ર ઈમારતો, રસ્તાઓ કે ફક્ત યોજનાઓથી નથી થતો, પરંતુ દેશ જીવંત ત્યારે જ બને છે જયારે જવાબદારીને ધર્મ અને ઈમાનદારીને શ્વાસ સમજીને કામ કરનાર નાગરિક સેવકો મેદાનમાં ઉતરે. રાષ્ટ્રની સાચી તાકાત સત્તામાં નહીં, પણ સેવા કરનારા અનેક સાચા કર્મચારીઓના હાથમાં વસે છે.

કોઈપણ નાગરિક સેવા એ માત્ર કોઈ પ્રતિષ્ઠિત નોકરી જ નહીં, પણ એ ખરા અર્થમાં રાષ્ટ્રનિર્માણની સતત ચાલતી પ્રક્રિયા છે. જેમકે એક કલેકટરનો એક નિર્ણય આખા જિલ્લાના લોકોને અસર કરે છે, એક ઈંઙજ ઓફિસરનું એક પગલું શાંતિ અને સુરક્ષા અર્પિત કરે છે, એ જ રીતે એક ફોરેસ્ટ ઓફિસરની દ્રઢતા પર્યાવરણને બચાવી શકે છે. આમ દરેક ઉચ્ચ અધિકારી જો ફક્ત સત્તા કે પદ માટે નહીં, પણ રાષ્ટ્રનાં નિર્માણ અર્થે કાર્ય કરે તો ખરા અર્થમાં રાષ્ટનું નિર્માણ થઈ શકે.

આજના નવયુવાનો જો પોતે ધારે તો નાગરિક સેવા દ્વારા દેશને બદલી નાખવાની સાચી તક અને ક્ષમતા ધરાવે છે. ભલે ઈંઅજ કે ઈંઙજ બનવાની યાત્રા ખૂબ લાંબી અને જટિલ હોય, છતાં સપનાઓ તો તેટલા જ ઊંચા હોવા જોઈએ. આ હોદ્દો મળ્યા પછી એક ઈમાનદાર અધિકારી પેઢીઓ સુધી લોકોના દિલમાં જીવતો રહે છે. જેમકે અનેક યોજનાઓ બનાવવી, સ્કૂલો વધારવી, હોસ્પિટલો મજબૂત કરવી, રસ્તાઓ અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જેવાં અનેક સામાજિક કાર્યો દ્વારા યુવાનો માટે આ સેવા રાષ્ટ્રનિર્માણનો મોકળો માર્ગ છે. આ ફક્ત ઈમાનદાર અધિકારી જ કરી શકે છે. સત્તા કે પદ આવતા જ જો લોભ કે લાલચ જન્મે તો ભ્રષ્ટાચાર જ વધે. પરિણામે આજે મોંઘવારી માણસો આસપાસ ભરડો લઈ ચૂકી છે. કારણકે ડગલે ને પગલે બેઈમાની અને ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે.

સમાજમાં રહીને ઉચ્ચ અધિકારી બન્યા બાદ નાગરિક સેવા એ કોઈ પદની શક્તિ નહીં, પણ નાગરિકની પીડા સમજવાની ક્ષમતા કહેવાય. ભારત દર વર્ષે 21 એપ્રિલે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ ઉજવીને આખા દેશને સંદેશ આપે છે કે, રાષ્ટ્રનો સાચો વિકાસ અસરકારક વહીવટ, ઈમાનદારી અને જવાબદારીથી જ થાય છે. યુવાનોને પ્રેરિત કરતો આ દિવસ એ પણ યાદ અપાવે છે કે જો યુવાનો નાગરિક સેવાને મૂલ્યવાન ગંતવ્ય તરીકે સ્વીકારે તો ભારતને બદલવા માટે કોઈ મોટો અવરોધ રહેતો નથી.

ઘણીવાર આપણે આસપાસ સાંભળતા હોઈએ છીએ કે અધિકારીઓ કંઈ કરતા નથી. આવી વાતો કરવી બહુ સહેલી હોય છે, પરંતુ આવી વાતો કરવાં કરતાં આપણી મૂળભૂત ફરજો સમજીને મદદરૂૂપ થઈએ તો પણ ઘણો બદલાવ આવી શકે. ઘણા ઈમાનદાર કલેક્ટરો ફરજ દરમિયાન રાત્રે બે વાગ્યે પૂરગ્રસ્ત વિસ્તાર પર પહોંચતા હોય છે. ઈંઙજ અધિકારી તહેવારના દિવસે પણ શાંતિ જાળવવા રસ્તાઓ પર ખડેપગે હોય છે. ફોરેસ્ટ ઓફિસર જંગલોમાં કલાકો ચાલીને પર્યાવરણની રક્ષા કરે છે. દરેક નાગરિક સેવા એ એ. સી. માં બેઠા રહેવાની સેવા નથી. એ તો લોકો વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળવાની, ઉકેલ લાવવાની અને ભારતમાં વસતા લોકોના જીવનને શક્ય એટલી સુવિધાઓ આપવાની ફરજ છે.

અંતે, એક વાત અતિ મહત્વપૂર્ણ છે કે, “દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં જ છે.” જો યુવાનો જ મજબૂત, સંસ્કારી, શિક્ષિત, સંકલ્પી અને જવાબદાર બને તો આપણો દેશ કોઈપણ ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી જ શકે. આ માટે સૌથી પહેલાં આપણે જ સંતાનોને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપવા પડશે. આપણે જ બેઈમાની કે ભ્રષ્ટાચાર આચરીશું તો દેશનું ભવિષ્ય ક્યારેય ઉજળું ના જ બની શકે. આજની એક નાની શરૂૂઆત આવતી કાલને ઉજળી જરૂૂર બનાવે છે. આજનો દરેક યુવાન એ એક આગ છે, એ દિશા છે. એ શક્તિ છે. દેશની આ અપરંપાર શક્તિ જયારે જયારે જાગે છે ત્યારે ત્યારે ઈતિહાસ બદલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *