સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ ડો. નથવાણીની બદલી

રાજકોટની સિવિલ હોસ્પિટલમા તાજેતરમાં આરોગ્ય કમિશ્નરે રોગી કલ્યાણ સમિતિની બેઠકમા હાજરી આપતા દવા ખરીદી સહિતની શંકાસ્પદ બાબતો અંગે તડાફડી બોલાવ્યા બાદ હવે સિવિલ હોસ્પીટલના તબીબી…

રાજકોટની સિવિલ હોસ્પિટલમા તાજેતરમાં આરોગ્ય કમિશ્નરે રોગી કલ્યાણ સમિતિની બેઠકમા હાજરી આપતા દવા ખરીદી સહિતની શંકાસ્પદ બાબતો અંગે તડાફડી બોલાવ્યા બાદ હવે સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો. જન્મન્જય નથવાણીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામા આવતા ચર્ચા જાગયી છે.

મળતી માહિતી મુજબ ડો. નથવાણી મેડિકલ સ્ટોરના પણ ઇન્ચાર્જ છે અને રૂા. 20 કરોડની દવાની ખરીદીમાં નીતિ-નિયમો નહીં જળવાયાનું ધ્યાને આવતા આરોગ્ય કમિશનરે ભારે નારાજગી વ્યકત કરી આ દવા ખરીદીના બિલો મંજુર કરવાની મનાઇ ફરમાવી દીધી હતી.

હવે ડો. નથવાણીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામા બદલી કરી નાખવામા આવતા સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *