ઘરેણાં બનાવવાનું કામ અધૂરું રહેતા પેલેસ રોડ પર વેપારીએ માથાકૂટ કરતા શોરૂમના માલિકે પગલું ભર્યું
રાજકોટ શહેરના પેલેસ રોડ પર ચોટીલાના જવેલર્સ શોરૂમના માલીકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ચોટીલાના વેપારીનુ કામ અધુરુ રહેતા વેપારી સામે માથાકૂટ થતા આ પગલુ ભરી લીધુ હતુ. આ ઘટનમાં એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર, થાન રોડ આશાપુરા બંગ્લોઝમાં રહેતા જતીનભાઇ રસીકભાઇ (સોની) (ઉ.વ45) નામના આધેડ ગઇકાલે સાંજે પેલેસ રોડ પર આશાપુર મંદિર પાસે હતા ત્યારે તેમણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. જતીનભાઇને સંતાનમાં એક દિકરી અને બે દિકરી છે. તેમજ પોતે બે ભાઇમાં બીજા નંબરના છે.
પોલીસમાંથી મળતી વિગતો અનુસાર, જતીનભાઇ ચોટીલામાં સોના-ચાંદીના ઘરેણાનો શોરૂમ ધરાવે છે. ચોટીલાની બાજુમાં ગામમાં રહેતા વલ્લભ કોળીએ ઘરેેણા બનાવવા સોનુ આપ્યુ હતુ જો કે, જતીનભાઇની દિકરીના આઠ દિવસ પહેલા લગ્ન હોય તેઓ તેમાં તૈયારી કરતા હતા. ત્યારે વલ્લભભાઇના ઘરેણા બનાવવમાં મોડુ થતા વલ્લભભાઇ કોળીને ખબર પડી કે જતીન રાજકોટમાં છે જેથી વલ્લભ તેના સાગરીતો સાથે રાખી રાજકોટ પહોંચ્યો હતો અને પેલેસ રોડ પર આશાપુરા મંદિર નજીક જતીનભાઇ સાથે માથાકૂટ કરી તેને કારમાં લઇ જવાનો પ્રયાસ કરતા જતીનભાઇએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે હવે સ્થાનિક પોલીસે આરોપીઓ વિરૂોદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. તેમજ જતીનભાઇને હોસ્પિટલમાં ખસેડાતા તેનુ નિવેદન લેવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.