જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો : વધુ 12 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ

ધરારનગર-1 વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગની 27 ટીમોને ઉતારી, 5127 ઘરોનો સરવે જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો બેકાબૂ બન્યો છે, અને જી.જી. હોસ્પિટલમાં…

ધરારનગર-1 વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગની 27 ટીમોને ઉતારી, 5127 ઘરોનો સરવે

જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો બેકાબૂ બન્યો છે, અને જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી વધુ 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર ઊંધા માટે થયું છે. બેડીના ધરાનગર-1 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ 27 જેટલી આરોગ્ય વિભાગની ટુકડીને દોડતી કરાવી દેવામાં આવી છે, અને 5,127 ઘરોમાં સર્વે કરાવ્યું છે, ઉપરાંત 59,110 કલોરિન ટેબલેટ નું વિતરણ કરાયું છે. શંકાસ્પદ ગણાતા 6 નળ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે, ઉપરાંત પાણીની આખી પાઇપલાઇનને સાફ કરવાની તેમજ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી પણ ત્વરિત હાથ ધરી લેવાઇ છે.

જામનગર માં અચાનક કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 35 થી વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી હતી. સૌપ્રથમ ત્રણ દર્દીઓના કોલેરા ના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હતા, ત્યારબાદ આજે વધુ 12 દર્દીઓના કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતાં આરોગ્યતંત્ર ની ટુકડી ઊંધા માથે થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કુલ 42 શંકાસ્પદ દર્દીઓને દાખલ રાખવામાં આવ્યા છે, જો કે બે દર્દીની તબિયતમાં સુધારો થવાથી તેઓને રજા અપાઇ છે. કુલ કોલેરા પોઝિટિવ દર્દીઓનો આંકડો 15 નો થયો છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ધરાનગર -1 વિસ્તાર ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા ઉપરાંત અન્ય આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો છે, ઉપરાંત મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદી જુદી 27 ટુકડીઓ ને સમગ્ર વિસ્તારમાં દોડતી કરી દેવામાં આવી છે. જેઓ દ્વારા કુલ 5,127 ઘરોમાં સર્વે કરવામાં આવ્યું હતું, અને 59,110 કલોરિંન ટેબલેટનું વિતરણ કરાયું છે. ધરાનગર વિસ્તારમાં શંકાસ્પદ જણાય એવા 6 નળ જોડાણને કટ કરી નાખાયા છે, કે જેમાંથી દુષિત પાણી મિશ્ર થતું હોય તેવી શંકા વ્યક્ત કરાઈ છે.
સાતોસાથ મહાનગરપાલિકાની અન્ય ટીમો દ્વારા ઉપરોક્ત વિસ્તારની સમગ્ર પાણીની પાઇપલાઇનને ક્લીન કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને ભૂગર્ભ ગટર શાખા પણ એક્ટિવ બની છે, અને સમગ્ર ધરાનગર સહિતના આસપાસના વિસ્તારમાં તમામ ગટરના મેઇન હોલ ખોલીને સફાઈની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે. જયારે નજીકના વિસ્તારમાં આવેલી સદગુરુ કોલોની માં પણ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટિમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *