અમદાવાદમાં વેપારી ઝડપાયા બાદ પગેરૂ દાદરાનગર હવેલી સુધી પહોંચ્યુ
આધુનિક મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ મળી આવ્યો
અમદાવાદમાંથી પોલીસે રૂા.7.48 લાખની કિંમતનો કાતિલ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધા બાદ વેપારીની પૂછપરછ કરતા દાદનગર હવેલી સુધી પગેરૂ નિકળ્યુ હતુ અને પોલીસે દાદરાનગર હવેલી ખાતે ધમધમતી ચાઇનીઝ દોરાની આખી ફેક્ટરી ઝડપી લઇ રૂા.2.34 કરોડનો જથ્થો કબજે કર્યો હતો.
ઉત્તરાયણ નજીક આવતા જ ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂૂ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ પોલીસ ચાઈનીઝ દોરી ઝડપીને તેની ફેકટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડા સાત લાખ રૂૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યાની જાણ થતા પોલીસે સંઘપ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો. ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઈનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભિખા રાણા,રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં આ ચાઈનીઝ દોરી નો જથ્થો દાદરા નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા નગર હવેલી પહોંચી હતી જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી.ત્યારે ત્યાંથી એક ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરી નો 1.50 કરોડનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરીયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો મટીરીયલ કબ્જે કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પોલીસ દ્વારા બાવળામાંથી પણ 12.91 લાખ રૂૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂૂપિયાનો જથ્થો આણંદમાંથી બે લાખ રૂૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો.
