17 મિનિટ સુધી સૂર્ય કરતાં 6 ગણું તાપમાન ઉત્પન્ન કરતું ચીન: વિશ્ર્વ આખુ દંગ

100 મિલિયન ડિગ્રી સેલ્સિઅસથી વધુ પ્લાઝમા પ્રાપ્ત કરી લો-કોસ્ટ એનર્જીમાં છલાંગ પાડોશી દેશ ચીનના વધતા વર્ચસ્વને કોઈ નકારી શકે નહીં. ચીન માત્ર તેની સસ્તી વસ્તુઓ…

100 મિલિયન ડિગ્રી સેલ્સિઅસથી વધુ પ્લાઝમા પ્રાપ્ત કરી લો-કોસ્ટ એનર્જીમાં છલાંગ

પાડોશી દેશ ચીનના વધતા વર્ચસ્વને કોઈ નકારી શકે નહીં. ચીન માત્ર તેની સસ્તી વસ્તુઓ માટે જ પ્રખ્યાત નથી, તે મેન્યુફેક્ચરિંગની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ અજાયબીઓ કરી રહ્યું છે.

ફરી એકવાર તે આવી જ એક શોધને લઈને ચર્ચામાં છે. જો કે આ પ્રોજેક્ટ નવો નથી પરંતુ તેમાં જે પ્રગતિ થઈ છે તે ચોક્કસ નવી છે.

અહેવાલ મુજબ, ચીનના વૈજ્ઞાનિકોએ સૂર્યના કોર કરતા 6 ગણું વધુ તાપમાન જનરેટ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ચીને લો કોસ્ટ ગ્રીન એનર્જી સેક્ટરમાં એવું કામ કર્યું છે કે તેને નજરઅંદાજ કરી શકાય નહીં. 20 જાન્યુઆરીના રોજ, અહીંના વૈજ્ઞાનિકોએ 1066 સેક્ધડ એટલે કે 17 મિનિટ માટે 180 મિલિયન ફેરનહીટ અથવા 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુ પ્લાઝ્મા તાપમાન પ્રાપ્ત કર્યું છે.

ચીનના ન્યુક્લિયર ફ્યુઝનના ઈતિહાસમાં આ એક મોટી ઘટના છે. હેફેઇમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝ્મા ફિઝિક્સમાં પ્રાયોગિક એડવાન્સ્ડ સુપરક્ધડક્ટિંગ ટોકમાક અથવા ઇસ્ટની આ સિદ્ધિ 2023માં સેટ થયેલા 403 સેક્ધડના ઉર્જા ઉત્પાદનના અગાઉના વિક્રમને વટાવે છે. તમને જણાવી દઈએ કે આ ચીનના આર્ટિફિશિયલ સન પ્રોજેક્ટનો એક ભાગ છે.

સંસ્થાના ડાયરેક્ટર સોંગ યુન્ટાઓ કહે છે કે પૃથ્વી પર સૂર્ય જેટલું જ તાપમાન હાંસલ કરવા માટે, સૂર્ય કરતાં વધુ ગરમ પ્લાઝ્મા તાપમાનની જરૂૂર પડશે. એવો અંદાજ છે કે સૂર્યના કેન્દ્રમાં તાપમાન લગભગ 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે. તેમણે ચીનની સમાચાર એજન્સીને કહ્યું કે 100 મિલિયન ડિગ્રી અને 1000 સેક્ધડની મર્યાદાને પાર કરવી ચીનની ક્ષમતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *