મોબાઈલ અને સોશિયલ મીડિયા માટે જાહેર કરાશે માર્ગદર્સિકા : FRCના નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે થશે કાર્યવાહી
વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા દૂષણ છે. માતા-પિતા, શિક્ષકો, બાળકોને શિક્ષણમંત્રીએ અપીલ કરતા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. સ્માર્ટફોન રાવણરૂૂપી રાક્ષસ આજે ઘર ઘરમાં છે. ઘર ઘરમાં રાવણ નહીં રામ પેદા કરો. આજે બાળકને માતા કરતા મોબાઈલ વ્હાલો છે. આ પરિસ્થિત આપણા માટે ખૂબ ગંભીર છે. સરકાર ટૂંક સમયમાં આ અંગે જઘઙ જાહેર કરશે. મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈ જઘઙ જાહેર કરવામાં આવશે અને કોન્સેપ્ટ સ્કૂલ અંગે FRC નિયમ મુજબ પગલા ભરાશે.
રાજ્યમાં FRCના નિયોમનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે શિક્ષણમંત્રીનું કડક વલણ સામે આવ્યું છે. મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, પથનિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે અને FRCમાં તમામ પાસાઓને ધ્યાને રાખી ફી નક્કી કરવામાં આવે છે, માત્ર 10% ટકા શાળાઓને FRC પાસે જવાની જરૂૂર પડે છે. મોટાભાગની શાળાઓને પોર્ટલમાં જ લોગઇન કરવાનું હોય છે અને FRC શાળાના વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફી કટ કરી નાખી છે.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, શાળાઓ વધારાની ફી ઉઘરાવશે તો કડક કાર્યવાહી થશે. વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે ચાર ઝોન વાઈઝ FRC બનાવી છે, જેના નિયમો છે. ફી નિર્ધાર માટે અમે પોર્ટલ ખોલી છે તેમા તેમને એપ્લાય કરવાનું રહેશે. ત્યારે 90 ટકા શાળાઓને તો FRC પાસે જવાનું જ નથી, માત્ર 10 ટકા સ્કૂલ વધી જે ફી વધારા કરતા હોય છે અને FRC પાસે જતા હોય છે, આમ FRC પણ ભૌતિક સુવિધાથી લઈ શિક્ષકો અને બાંધકામ આ બધું જોતું હોય છે. સંસ્થાઓ ભલે 1.5 કે 2 લાખ ફી કહે પરંતુ FRC તમામ તપાસ કર્યા બાદ ફી કટ કરીને નક્કી કરે છે. જે સ્કૂલ FRCના નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ લીંબડીની સેન્ટ થોમસ સ્કૂલની ફી મુદ્દે મનમાની સામે આવી હતી. વાલીઓને ફી ભરવા શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હતા અને ફી નહીં ભરાય તો બાળકોને પરીક્ષામાં બેસવા નહીં દેવાની ધમકી આપવામાં આવી હતી. જે વોટ્સએપ ગૃપમાં મેસેજ મોકલી જાણ કરી હતી. શાળા અચાનક ફી ભરવાનું કહેતા વાલીઓમાં રોષ જોવા મળ્યું છે.
શિક્ષકોની ભરતી 1 જૂને પૂર્ણ કરાશે
રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે 1 જુન સુધીમાં શિક્ષકોની ભરતી પૂર્ણ થશે. હાલમાં તબક્કાવાર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જુના શિક્ષકોની નિમણૂક આપી દેવામાં આવી છે. ત્યારે 11-12 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ માટે નવી 4,100 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જો કે આ શિક્ષકોએ 58 વર્ષ સુધી કચ્છમાં નોકરી કરવાની રહેશે.
