મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 11 તારીખના રોજ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે જેમાં મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર અનેક વિકાસના કામોને લોકાર્પણ અને ખાતમુરત કરવા જઈ રહ્યા છે જેને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી 11 તારીખે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમુરત કરશે તેમજ રાજ જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં પ્લોટ ફાળવણી તેમજ અન્ય ઘણા બધા વિકાસના કામોનું લોકાર્પણ પણ કરશે તેમ જ જિલ્લા કલેકટર હસ્તકના પણ અને વિકાસના કામ માટે મત ખાતમુરતો મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવશે
