મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થશે છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો…

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થશે છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું ₹4.08 લાખ કરોડનું બજેટ, સેમિક્ધડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂૂરિયાત પ્રમાણે વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. આ પાંચ વર્ષની સફર માત્ર આંકડાકીય સિદ્ધિઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ બની છે.

19 નીતિઓથી ભવિષ્યના ક્ષેત્રો માટે મજબૂત પાયાનું નિર્માણ : રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 19 મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. સેમિક્ધડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, શિપબિલ્ડિંગ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપતી નીતિઓના કારણે ગુજરાતે ઉભરતા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી છે. ટૠછઈ માં ₹17.4 લાખ કરોડના ખજ્ઞઞ : વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક વિકાસને રાજ્યના વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંઝનું આયોજન કરવામાં આવ્યું. આ ચાર પરિષદોમાં કુલ ₹17.4 લાખ કરોડના રોકાણ માટે ખજ્ઞઞ થયા છે. પ્રાદેશિક સ્તરે રોકાણ અને રોજગારીની તકો વધારવા માટે ગુજરાતે કરેલી આ પહેલના પરિણામે રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ મજબૂતી આપી છે.

સેમિક્ધડક્ટરના 6 પ્લાન્ટ મંજૂર, 3 કાર્યરત : સેમિક્ધડક્ટર ક્ષેત્રે ગુજરાતે દેશના અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. રાજ્યમાં કુલ 6 સેમિક્ધડક્ટર પ્લાન્ટ્સને મંજૂરી મળી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટ વ્યવસાયિક ધોરણે કાર્યરત થઈ ચૂક્યા છે. સેમિક્ધડક્ટરથી લઈને અઈં અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુધીના ક્ષેત્રોમાં ગુજરાત ભવિષ્યની ટેક્નોલોજી આધારિત અર્થવ્યવસ્થા માટે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે.
ઞઈઈથી વહીવટી સુધારા સુધી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) બિલ પસાર કરવામાં આવ્યું છે, જે સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. સાથે જ નાગરિક સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા અનેક વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ના માધ્યમથી સરકારી સેવાઓને પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.

ગવર્નન્સ 2.0 તરફ આગેકૂચ : નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન’ (ૠછઈંઝ)ની રચના કરવામાં આવી છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (ૠઅછઈ)ની પણ રચના કરવામાં આવી છે. આ વિકાસલક્ષી અને વિઝનરી પહેલો દ્વારા ડેટા આધારિત નીતિ નિર્માણ, કાર્યક્ષમ વહીવટ અને પરિણામલક્ષી શાસનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ થયા છે. ‘વિકસિત ગુજરાત 2047’નો રોડમેપ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને અનુરૂૂપ ‘વિકસિત ગુજરાત 2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. લાંબા ગાળાના આ વિઝન દ્વારા ગુજરાતને આર્થિક રીતે સક્ષમ, ટેક્નોલોજીથી સજ્જ અને સર્વસમાવેશી વિકાસ સાથેના એક મજબૂત રાજ્ય તરીકે વિકસાવવાની દિશા નક્કી કરવામાં આવી છે.

શહેરી વિકાસને પ્રાથમિકતા: તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેરી વિકાસના વિઝનને આગળ લઇ જતા વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના શહેરોને ભવિષ્યની જરૂૂરિયાતોને અનુરૂૂપ બનાવવા આધુનિક અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી પરિવહન, સુવિધાઓ અને નાગરિક સેવાઓમાં સુધારા સાથે શહેરોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે.

કલ્યાણકારી યોજનાઓ : યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણલકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂૂ કરવામાં આવી છે. ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં છે. પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત પોષણયુક્ત અલ્પાહાર મળે તે માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અને સગર્ભા માતાઓના આરોગ્ય તથા પોષણ માટે ‘નમો શ્રી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.

મહેસૂલી સુધારાથી નાગરિક સેવાઓ બની ઝડપી : નાગરિકોને સરકારી પ્રક્રિયાઓમાં સરળતા મળે અને સેવાઓ વધુ ઝડપી બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ મહેસૂલી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગ અને પ્રક્રિયાઓને સરળ બનાવીને નાગરિક કેન્દ્રિત વહીવટને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

વૈશ્વિક મંચ પર ગુજરાતની પ્રતિષ્ઠા વધી : ગુજરાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૠ-20 બેઠકો, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને છઊ-ઈંક્ષદયતિં 2024 જેવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે. આ કાર્યક્રમોએ ગુજરાતની વૈશ્વિક રોકાણ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધતી ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે. હવે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ ગુજરાત તૈયાર છે. રિન્યુએબલ એનર્જીથી અઈં સુધી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિક્ધડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉદ્યોગ, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસને કારણે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાંગી વિકાસનો નવો અધ્યાય લખ્યો છે.

‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ 25 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં શરૂૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ક્ધયાઓને શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજના શરૂૂ થયા બાદ અત્યારસુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. યોજનાના અમલીકરણ બાદ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ક્ધયાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2024-25થી અત્યારસુધીમાં 3.54 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹290 કરોડની સહાય, જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 2023-24થી અત્યારસુધીમાં ₹176 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29 જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષના સુશાસન દરમિયાન રાજ્યએ આર્થિક, ઔદ્યોગિક અને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્યને ભવિષ્યલક્ષી ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ ’વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ જાહેર કરવામાં આવી છે, જે ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રે એક મજબૂત વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે. હવે આ નવી નીતિના કારણે આગામી સમયમાં આ વિસ્તારો હાઇ-ટેક ડેટા સેન્ટરોના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (ૠઈઈ)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક રોકાણકારો માટે હવે ગુજરાત ડેટા સેન્ટર સ્થાપવા માટે દેશનું સૌથી પસંદગીનું રાજ્ય બની રહ્યું છે.

PMJAY-MA હેઠળ આરોગ્ય સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અત્યારસુધીમાં 1.15 કરોડ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ગુજરાતના નાગરિકોને આરોગ્યલક્ષી સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સમીક્ષા મળી રહે તે માટે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇમરજન્સી આરોગ્યસેવાને વધુ સક્ષમ બનાવવા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ હેઠળ 617 નવી તેમજ હોસ્પિટલો ખાતેની એમ્બ્યુલન્સને સંકલિત કરવામાં આવી છે, જેના પગલે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની કુલ સંખ્યા 1,455 થઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *