47 મકાનમાંથી વીજ ચોરી પકડાઈ :17 લાખથી વધુના વીજ ચોરીના બિલ ફટકારાયા
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને બુટલેગર વગેરે 131 જેટલા શખ્સોની યાદી તૈયાર કરીને પોલીસ તંત્ર દ્વારા પીજીવીસીએલ ની ટુકડીને સાથે રાખીને ગઈકાલે સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન 47 મકાનોમાંથી વીજ ચોરી પકડાઈ હતી, અને તેઓને 17 લાખ 17 હજારના વિજચોરીના બીલો ફટકારવામાં આવ્યા છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન, ઉપરાંત ધ્રોળ, જોડીયા અને કાલાવડ વિસ્તારના પોલીસ સ્ટેશન ના લિસ્ટેડ બુટલેગર, તેમજ ડ્રગસ ના કારોબાર માં પકડાઈ ચૂકેલા એવા કુલ 106 આરોપીઓની યાદી બનાવીને તેઓને ત્યાં વિજ તંત્રની ટીમને સાથે રાખીને સામુહિક રીતે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન 35 મકાનોમાંથી વીજ ચોરી મળી આવી હતી, અને તેઓને કુલ 12 લાખ 60 હજારના વિજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.
તે જ રીતે લાલપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દારૂૂ જુગાર ચોરી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા 25 જેટલા આરોપીઓને ત્યાં પોલીસ ટુકડીએ વિજ તંત્ર ની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું, તેમાં 12 શખ્સોના મકાનમાંથી વીજચોરી પકડાઈ હતી, અને તેઓને રૂૂપિયા 5,57,000 ના બિલો ફટકારવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ લાલપુર વિભાગના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવ, તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમોએ ગઈકાલે એક જ દિવસમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી, અને કુલ 47 સ્થળોએ થી વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને કુલ 17 લાખ 17 હજારના વીજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.
