ચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસ

    ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ…

 

 

ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સરકારનું કહેવું છે આ પગલું પર્યાવરણના સંરક્ષણ અને મહેસૂલી આવક વધારવા માટે લેવામાં આવ્યું છે. જેની આડકતરી અસર પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ પર પડશે.

આ અંગે ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી 2026થી રાજ્યમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનોએ રૂૂપિયા 80 થી રૂૂપિયા 700 સુધીનો ગ્રીન સેસ ચૂકવવો પડશે. આ અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિવહન વિભાગને આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે છેલ્લા બે વર્ષમાં આ યોજનાને યોગ્ય રીતે લાગુ કરવામાં નિષ્ફળતા બદલ અધિકારીઓને પણ ઠપકો પણ આપ્યો હતો.

કયા વાહન પર કેટલો ગ્રીન સેસ લાગુ પડશે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. જેમાં (1) ભારે વાહનો: એક્સલ લોડના આધારે રૂૂપિયા 450 થી રૂૂપિયા 700 (2 )ભારે બાંધકામ સાધનોના વાહનો: રૂૂપિયા 250, (3) 7.5 થી 18.5 ટન વજનના વાહનો: રૂૂપિયા 250, (4)3 થી 7.5 ટન વજનના હળવા માલસામાનના વાહનો: રૂૂપિયા120, (5) ત્રણ ટન સુધીની ડિલિવરી વાન: રૂૂપિયા 80, (6) 12 થી વધુ સીટ ધરાવતી બસો: રૂૂપિયા 140, (7) મોટરકેબ, મેક્સીકેબ અને પેસેન્જર કારના રૂૂપિયા 80 વસુલવામાં આવશે.

આ અંગે ઉત્તરાખંડ સરકાર સરકાર ફાસ્ટટેગ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે ગ્રીન સેસ વસૂલવાની યોજના ધરાવે છે. જેની માટે રાજ્યની સરહદો પર 16 સ્થળોએ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (અગઙછ) કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કોઈ વાહનમાં ફાસ્ટટેગ નહી હોય અથવા બેલેન્સ ખતમ થઈ જાય તો વાહન માલિકને નોટિસ મોકલવામાં આવશે. તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં સેસ ચૂકવવામાં નિષ્ફળતાના પરિણામે ચલણ મોકલવામાં આવશે.

તેમજ આ ફી એક દિવસ માટે માન્ય રહેશે. જોકે, વારંવાર આવતા વાહન માલિકોને રાહત આપવામાં આવી છે. જેમાં 20 ગણી ફી ભરીને ત્રણ મહિના માટે મુક્તિ મેળવી શકાય છે અને 60 ગણી ફી ભરીને એક વર્ષ માટે મુક્તિ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *