પાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડ

પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ…

પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા છે. વધુમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે. પોલીસે 4000થી વધુ લોકોની ધરપકડ કરી છે. દેખાવકારોની આગેવાની ઇમરાનના પત્ની બુશરા બીવીએ લીધી હતી.


ઈમરાન ખાન પર 150થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં ગુરૂૂવારે તોશાખાના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તે જેલમાંથી મુક્ત કરવામાં ન આવતાં તેના પક્ષ પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરો, સાંસદો અને નેતાઓએ દેખાવો કર્યા હતા.


પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. ઈમરાન ખાનના સમર્થકો તેમની જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે હિંસક દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ મામલે 4000થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. તેમાં પાંચ સાંસદ પણ સામેલ છે. પંજાબ અને મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈસ્લામાબાદને રેડઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યો છે.ઈમરાન ખાનના હિંસક દેખાવો પર કાર્યવાહી કરતાં પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ચુસ્ત બંદોબસ્તમાં બહાર નીકળનાર પ્રત્યેક વ્યક્તિની ધરપકડ કરી રહી છે.


પાકિસ્તાનના ખૈબર પખ્તૂ નખ્વાહના કુર્રમ જિલ્લામાં કોમી તોફાનો ફાટી નીકળ્યા છે. જ્યાં શિયા અને સુન્ની વચ્ચે કોમી હિંસામાં ત્રણ દિવસમાં 83 લોકો માર્યા ગયા છે, 150થી વધુ ઘાયલ છે. કુર્રમમાં 300થી વધુ પરિવારોએ પલાયન પણ કર્યા છે. ગત ગુરૂૂવારે (21 નવેમ્બર) 200 શિયા મુસ્લિમોને લઈ જતાં એક કાફલા પર ગોળીબાર થતાં 40થી વધુના મોત થયા હતાં. હુમલો સુન્નીએ કરાવ્યો હોવાના અહેવાલો સાથે જ બંને વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. સુન્ની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *