લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને ફિલ્ડમાં મૂકાયા
ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના પોલીસ બેડામાં વહીવટી સરળતા ખાતર 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બદલી પામેલા અધિકારીઓમાં લીવ રિઝર્વમાં ફરજ બજાવતા PI વી.બી. ચૌહાણને લીવ રિઝર્વથી એટેચ અરજી શાખામાં મુકવામાં આવ્યા છે.
જ્યારે ઉમરાળા PI જે.જી. મોડની લીવ રિઝર્વ એટેચ સેક્ધડ PI તરીકે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, લીવ રિઝર્વમાં રહેલા મહિલા PI એચ.જી. કટારિયાને જેસર ખાતે નિમણૂંક આપવામાં આવી છે.બીજી તરફ, PSI સંવર્ગના અધિકારીઓમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં પેરોલ ફર્લો સ્ક્વોડનાPSI હિતેશસિંહ બારડની ઇન્ચાર્જ PI તરીકે ઉમરાળા ખાતે બદલી કરાઇ છે. જેસરનાPSI એચ.બી. મુસારની ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે કંટ્રોલરૂૂમમાં રહેલાPSI ડી.એન. જાડેજાની વરતેજ ખાતે બદલી કરવામાં આવી છે. તે જ રીતે, વરતેજPSI જી.બી. પરમારની ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
