ભાજપ શહેર-જિલ્લા પ્રમુખનું પરિવર્તન કે પુનરાવર્તન ?, જબરું સસ્પેન્સ

પ્રદેશમાંથી આજે સાંજે અથવા આવતીકાલે પ્રમુખોના નામ જાહેર થાય તેવી સંભાવના રાજકોટ શહેર તથા જીલ્લા ભાજપના નવા પ્રમુખો માટે દાવેદારોના ફોર્મ ભરાયા બાદ લીસ્ટ પ્રદેશ…

પ્રદેશમાંથી આજે સાંજે અથવા આવતીકાલે પ્રમુખોના નામ જાહેર થાય તેવી સંભાવના

રાજકોટ શહેર તથા જીલ્લા ભાજપના નવા પ્રમુખો માટે દાવેદારોના ફોર્મ ભરાયા બાદ લીસ્ટ પ્રદેશ ભાજપ દ્વારા દિલ્લી ખાતે મોકલવામાં આવેલ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 29થી વધુ ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી પરિવર્તન કે પૂનરાવર્તન તે અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે દિલ્હી ખાતે શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પ્રમુખોના નામની યાદી તૈયાર થઈ ગયેલ હોવાથી આજ સાંજ સુધીમાં અથવા આવતી કાલે સવારે પ્રમુખોના નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના નવા પ્રમુખો માટે અલગ અલગ જૂથોના ઉમેદવારોની દાવેદારી નોંધાવી હતી. જેમાં શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી અને જિલ્લા પ્રમુખ અલપેશભાઈ ઢોલરિયાએ પણ દાવેદારી નોંધાવી આ બન્નેને રિપિટ કરવામં આવે તેવી હવાએ જોર પકડેલ ત્યાર બાદ ભાજપ સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ચૂંટણી અધિકારી તેમજ ધારાસભ્ય, સાંસદ અને મહાનમંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મની ચકાસણી કરી ફાઈનલ યાદી પ્રદેશ ભાજપ કાર્યાલયમાં રજૂ કરવામાં આવી હતી. અને ગમે ત્યારે તમામ પ્રમુખોના નામ જાહેર થાય તેની રાહ જોવાતી હતી. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા માન્ય રાખવામાં આવેલ ફોર્મની યાદી દિલ્હી ખાતે રજૂ કરવામાં આવેલ.

જે દરમિયાન ગુજરાતના શહેર તેમજ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાટેની સત્તા અમિત શાહને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. પરંતુ વડાપ્રધાન દ્વારા આ નામની યાદી ચેક કર્યા બાદ પ્રદેશ ભાજપમાં મોકલવામાં આવી હોવનું જાણવા મળેલ છે અને શહેર ભાજપ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખોના નામ ઉપર મહોર પણ લાગ્યું હોવાનું જાણવા મળેલ છે. છતાં ગુજરાત આવેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આજે અથવા આવતી કાલે તમામ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોના નામ જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે પરંતુ અંદરખાનેથી બહાર આવેલ વિગત મુજબ આવખતે શહેર ભાજપ પ્રમુખનું પુનરાવર્તન નહીં થાય અને નવા પ્રમુખ તરીકે કોર્પોરેટર દેવાંગભાઈ માકડ સૌથી વધુ આગળ ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્હ્યું છે. છતાં આજે સાંજે અથવા આવતી કાલે નામ જાહેર થાય ત્યારે જ પરિવર્તન કે પૂનરાવર્તન થયું તેનો ખ્યાલ આવસે હાલ જિલ્લા અને શહેરમાં પ્રમુખોના નામ અંગે આજે પણ અનેક અટકળો વહેતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *