મોરબીમાં વીજ લાઈન વળતર મુદે ખેડૂતોના લાંબા આંદોલન અને વિરોધ વંટોળ વચ્ચે યોજાયેલી મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મતદાન બાદ આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં ખેડૂતોએ ભાજપને અરીસો દેખાડી ખેડૂત વિભાગની 10 માંથી 7 બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા તેમજ વેપારી વિભાગમાં બંને પેનલને ફાળે 2-2 બેઠકો ગઈ છે.
બુધવારે માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે મતદાન બાદ આજે મત ગણતરી શરુ કરવામાં આવી હતી સવારે વેપારી વિભાગની મત ગણતરી પૂર્ણ થતા વેપારી વિભાગની 2 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના સભ્યો અને 2 બેઠક પર સહકાર પેનલના ઉમેદવારો વિજેતા થયા છે કોંગ્રેસ પ્રેરિત પેનલના બાવરવા ઘનશ્યામભાઈ જયંતીભાઈ અને ભાડજા બાબુલાલ રૂૂગનાથભાઈ વિજેતા જાહેર થયા છે તેમજ સહકાર પેનલમાં કાવર સુરેશભાઈ જીવરાજભાઈ અને બરાસરા રાજેશભાઈ દામજીભાઈ વિજેતા થયા.બાદમાં ખેડૂત વિભાગની મત ગણતરીઓ સાંજ સુધી ચાલી હતી અને પરિણામો જાહેર થતા ભાજપ પ્રેરિત સહકાર પેનલને મોટો આંચકો લાગ્યો હતો ખેડૂત આંદોલન અને ખેડૂતોનો વિરોધ ચુંટણીમાં જોવા મળ્યો હતો ખેડૂત વિભાગની 10 માંથી 7 બેઠક કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલને ફાળે ગઈ છે તો ભાજપ પ્રેરિત સહકાર પેનલને માત્ર 3 બેઠકો મળી હતી લગભગ અઢી દાયકા જેટલા સમયથી ભાજપનો મોરબી યાર્ડમાં દબદબો હતો જે ગઢ કોંગ્રેસે ધ્વસ્ત કર્યો છે કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો ઢોલના તાલે વિજેતા ઉમેદવારો અને સમર્થકો મન મુકીને ઝૂમ્યા હતા.
મોરબી માર્કેટીંગ યાર્ડમાં ભાજપના અઢી દાયકાના શાસનમાં કોંગ્રેસ એ ગાબડું પાડતાં ભાજપની બોલતી બંધ કરી દિધી હતી મોરબી માર્કેટીંગ યાર્ડમાં વેપારી પેનલને સહકાર પેનલની કૂલ 14 બેઠકમાં 9 બેઠકપર કોંગ્રેસ એ કબજો જમાવ્યો હતો જેની ખુશીમાં મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે કોંગ્રેસ એ. ભવ્ય આતીશબાજી ફટાકડા ફોડી કરી હતી માર્કેટીંગ યાર્ડ થી બાપા સીતારામ ચોક સુધી વિજય સરઘસ નીકળ્યું હતું જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘારા ( વિજેતા ઉમેદવાર) મોરબી જીલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઇ ઞામી મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિહ જાડેજા. મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા. સહિત મનોજભાઈ પનારા. કાન્તીભાઈ પંડસુબીયા. એડવોકેટ દિપકભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
ખેડૂત પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારોની યાદી
અઘારા નયનભાઈ લાલજીભાઈ 724 મત
કડીવાર નથુભાઈ ભુરાભાઈ 691 મત
મેરજા સતીષભાઈ ભાણજીભાઈ 690 મત
ઊજરીયા મનસુખભાઈ ભાણાભાઈ 688 મત
જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજી 677 મત
ડાંગર વિનોદભાઈ હીરાભાઈ 676 મત
પાંચોટિયા રાજેશભાઈ જેઠાભાઈ 674 મત
સહકાર પેનલના વિજેતા ઉમેદવારોની યાદી
ડાકા પ્રવીણભાઈ ટપુભાઈ 706 મત
દેત્રોજા અમરશીભાઈ જીવરાજભાઈ 682 મત
ઝાલા મહેન્દ્રસિંહ દિલાવરસિંહ (દિલુભા) 675 મત
