ફોરેસ્ટ ઓફિસર હુમલા કેસમાં સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારતા ચૈતર વસાવા

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની કેદની સજા સામે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ફોરેસ્ટ ઓફિસર પર હુમલો, ધમકી…

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની કેદની સજા સામે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ફોરેસ્ટ ઓફિસર પર હુમલો, ધમકી અને હવામાં ફાયરિંગના કેસમાં સજા મળ્યા બાદ ચૈતર વસાવાએ કોર્ટના હુકમ પર સ્ટે, સજા સામે અપીલ અને જામીન માટે અરજી દાખલ કરી છે. આ અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.

આ કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા સંભળાવી હતી.નર્મદા પોલીસે આ મામલે IPCની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપો મુજબ જમીનના વિવાદને લઈને ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવી માર મારવામાં આવ્યો હતો, ધમકી આપવામાં આવી હતી અને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સજા સામે ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ સાથે નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા અને જામીન મંજૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.તાજેતરમાં હાઈકોર્ટે આ જ કેસમાં શકુંતલા વસાવા સહિત પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તેઓ મુખ્ય આરોપીઓ નહોતા અને ઘટનામાં તેમની સીધી ભૂમિકા અંગે કોઈ ઇજા પહોંચાડવાનો પુરાવો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *