કુલદીપ યાદવના લગ્નમાં મન મૂકીને નાચશે ચહલ

આજે મસૂરીમાં વંશિકા સાથે લગ્નગ્રંથિથી જોડાશે ભારતીય ક્રિકેટ ટીમની એક સમયની સ્પિન-જોડીના મેમ્બર કુલદીપ યાદવ ના આજે લગ્ન છે અને એમાં તેનો ભૂતપૂર્વ સ્પિન જોડીદાર…

આજે મસૂરીમાં વંશિકા સાથે લગ્નગ્રંથિથી જોડાશે

ભારતીય ક્રિકેટ ટીમની એક સમયની સ્પિન-જોડીના મેમ્બર કુલદીપ યાદવ ના આજે લગ્ન છે અને એમાં તેનો ભૂતપૂર્વ સ્પિન જોડીદાર યુઝવેન્દ્ર ચહલ મનમૂકીને નાચવાનો છે. 2026ના ટી-20 વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમનો ખેલાડી કુલદીપ યાદવ મસૂરીમાં ફિયોન્સી વંશિકા સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો છે અને આ પ્રસંગે ચહલ ઉપરાંત બીજા કેટલાક જાણીતા ખેલાડીઓ પણ હાજરી આપશે. ઉત્તરાખંડમાં વેલ્કમહોટેલ ધ સેવોય મસૂરીમાં કુલદીપના લગ્નની વિધિઓ તેમ જ સેલિબ્રેશન થશે અને એ માટે દહેરાદૂન પહોંચ્યા બાદ ચહલે કહ્યું હતું કે તે તેના ખાસ મિત્ર કુલદીપના લગ્નમાં ખૂબ નાચશે. ‘હું મારા ભાઈના લગ્નમાં હાજરી આપવા આવ્યો છું અને ખૂબ રોમાંચિત છું. હું ખૂબ નાચીશ અને માહોલ એન્જોય કરીશ.’

કુલદીપના લગ્નનો પ્રસંગ આમ તો પ્રાઇવેટ જેવો જ છે, પણ એમાં ઘણા ખેલાડીઓ આવશે એવી પાકી સંભાવના છે. કુલદીપ તથા વંશિકાના પરિવાર અને મહેમાનો માટે સેવોય હોટેલ ઘણા દિવસથી બુક કરી રાખવામાં આવી છે. કેટલાક અહેવાલો મુજબ સુનીલ ગાવસકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રિન્કુ સિંહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા સહિત ઘણા જાણીતા ખેલાડીઓ આ લગ્નમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *