અંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યા

અંજારના સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાશ નગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રીય હોવાના વીડીયો વાયરલ થતાં શહેરના લોકોમા઼ આ ગેગ઼ની સક્રીયતાથી ભય…


અંજારના સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાશ નગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રીય હોવાના વીડીયો વાયરલ થતાં શહેરના લોકોમા઼ આ ગેગ઼ની સક્રીયતાથી ભય ફેલાયો છે અને પોલીસને કડક અને સઘન પ ેટ્રોલીંગ કરી કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. અંજાર શહેરમાં આવેલા સહજાનંદ પાર્ક , પ્રભાતનગર તેમજ તેની આજુ બાજુ ના વિસ્તારને આ ગેંગ દ્વારા ટારગેટ બનાવ્યો હોય એમ વારંવાર ચોરીના બનાવો બનતા જોવા મળ્યા છે.


આ વિસ્તારમાં જ છેલ્લા ઓગષ્ટ મહિનામાં ચોરીનો બનાવ બનેલો હતો જેની એફ.આઇ.આર. નોંધ અંજાર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવરાત્રીના સમયે પણ આ જ વિસ્તારમાં આવો જ બનાવ બનેલો હતો. આ જ ગેંગ દ્વારા એક દિવસ અગાઉ ફરીથી આ જ વિસ્તાર માં કોઈ ગેર પ્રવૃતિના આશયથી હથિયારો સાથે ચડ્ડી બનિયાનધારી ગેંગ આવી હતી પરંતુ ત્યાંના રહેવાસીઓની જાગૃતતાના કારણે નિષ્ફળતા સાથે ભાગવું પડ્યું હતું.


આ વિડીયો પણ વાયરલ થતાં અંજાર શહેરમાં આ ગેંગની સક્રીયતાથી ભય ફેલાયો છે. આ અંગેની જાણકારી સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાશ નગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગરના રહેવાસીઓ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપવામાં આવી અને આ બનાવોના બને એના માટે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ પણ લોકોએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *