પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમ

કંપની પાસેથી ખરીદી બંધ કરવાનો એસો.નો નિર્ણય આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં પ્રોપેન અને એલ પી જી…

કંપની પાસેથી ખરીદી બંધ કરવાનો એસો.નો નિર્ણય

આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં પ્રોપેન અને એલ પી જી ગેસ માં છેલ્લા ત્રણ મહિના થી ઇન્ટરનેશનલ પ્રાઈઝ ઘટતી જાય છે . તેની સામે પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ પ્રાઈઝ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવ માં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટાઇલ્સ એક્સપોર્ટ થતી હોઈ ઉંચા ભાવ નો ગેસ વપરાશ કરતા પડતર કોષ્ટ ઉંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટ માં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી.

આ મુદ્દે ઉદ્યોગ કરો દ્વારા આકસ્મિક મિટિંગ બોલાવવામાં આવેલ જેમાં થયેલ ચર્ચા મુજબ હાલ આશરે 5000/ રૂૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવ માં સપ્લાય કરવામાં આવે છે . આ મુદ્દાની ગંભીરતા લઇ ઉદ્યોગ કારો દ્વારા વધુ દાદાગીરી કરતી એક કંપની ની પરચેઝ બંધ કરવાનો સામુહિક નિર્ણય લેવામાં આવેલ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *